4 બાળકો હશે તો આજીવન ઇન્કમટેક્સ ફ્રી : 3 બાળકો તો લોનમાં વ્યાજ માફી, રાષ્ટ્રપતિની જાહેરાત

ભારત જેવા દેશો વસ્તી વધારાથી પરેશાન છે ત્યારે યુરોપના સંખ્યાબંધ દેશોને વસતી કેવી રીતે વધશે તેની ચિંતા સતાવી રહી છે. જેના પગલે આવા દેશો પોતાના નાગરિકોને વસતીમાં વધારો કરવા અવાર નવાર પ્રોત્સાહન આપતા હોય છે. જેમ કે યુરોપના દેશ હંગેરીએ હવે જાહેરાત કરી છે કે જે મહિલાને ચાર બાળકો હશે તેને આજીવન ઈનકમટેક્સ નહી ચુકવવો પડે. જ્યારે જે દંપતિને ત્રણ બાળકો હશે તેને લોનમાં વ્યાજ માફી મળશે.

40થી ઓછી વયમાં મહિલાઓને પહેલા લગ્ન પર એક લોનમાંથી વ્યાજની મુક્તિ અપાશે.
વડાપ્રધાન વિક્ટર ઓરબને કહ્યું હતું કે હંગેરીમાં અને યુરોપમાં પણ ઈમિગ્રન્ટસની વસીત વધી રહી છે. આપણે હંગેરીના લોકોના બાળકોની સંખ્યા વધે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. વિક્ટર ઓરબન યુરોપના બીજા દેશોના નેતાઓની ઈમિગ્રન્ટસ માટે ઉદાર નીતિ અપનાવવાની વારંવાર ટીકા કરતા આવ્યા છે.ઓરબન પોતે ઈમિગ્રન્ટ વિરોધી નીતિના સમર્થક મનાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter