GSTV

ઘરે બચી ગઈ છે રાતની રોટલી તો બનાવો આ ટેસ્ટી ડીશ, આંગળીઓ ચાટતા રહી જશે બદ્ધા

Last Updated on November 12, 2021 by Vishvesh Dave

ઘણી વાર એવું બને છે કે રાંધતી વખતે અમુક રોટલી રાતે બચી જાય છે. બીજા દિવસે ઘરે કોઈ આ રોટલી ખાતું નથી, જેના કારણે તેને ફેંકી દેવી પડે છે. જો કે, ઘણી વખત લોકો રાખેલી રોટલી કોઈને ખાવા માટે પણ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે રાખેલ રોટલીથી પણ તમે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.

kitchen tips | Page 3 | VTV Gujarati

હા, આજે અમે તમને આવી વાનગીઓ કેવી રીતે બનાવવી તે વિશે જણાવીશું, જેને તમે રાતની બચેલા રોટલીમાંથી બનાવી શકો છો. આ ખાસ વાનગીને તમે કોઈપણ સમયે બનાવી શકો છો, આવો જાણીએ આ વાનગી કેવી રીતે બનાવવી-

  1. બ્રેડ-બટેટા રોલ (Bread-Potato Roll)

જો રાતની રોટલી વધી હોય તો સવારે તેમાંથી સ્વાદિષ્ટ રોટી રોલ બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌપ્રથમ તમારે એક પેનમાં તેલ, જીરું, લીલું મરચું અને ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં એક બાફેલું બટેટુ ઉમેરો, તેની સાથે મીઠું, મરચું, ધાણા પાવડર અને હળદર મિક્સ કરો. પછી રોટલીને બીજા તવા પર શેકી લો. રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. હવે તેના પર બટાકાનું મિશ્રણ મૂકીને રોલ બનાવો. આ રીતે તમારો ટેસ્ટી રોલ તૈયાર થઈ જશે.

  1. ચપાતી ચિપ્સની રીત

ચિપ્સ ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. કેટલાક લોકો ચિપ્સ એટલે પણ ખાતા નથી કારણ કે તે ડીપ ફ્રાય હોય છે અને બટાકાની હોય છે. પરંતુ હવે તમે કોઈપણ ચિંતા વગર ચપાતી ચિપ્સ ખાઈ શકો છો. હા, રાતની રોટલી ને ગરમ ઓલિવ ઓઈલ માં ફ્રાય કરો અને તેનું વધારાનું તેલ કાઢી લો, તેને ધીમા તાપે તળો, જ્યારે ચપાતી ચીપ્સ ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેમાં મીઠું અને લાલ મરચું પાવડર નાખીને સાંતળો.

  1. બ્રેડ કટલેટની રીત

તમે રાત્રે બચેલી રોટલીમાંથી રોટલીના કટલેટનો સ્વાદ પણ ચાખી શકો છો. તેને બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. આ પછી તેમાં ડુંગળી, બાફેલા બટાકા અને લાલ મરચાં પાવડર સાથે હળદર અને મીઠું સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડો સોજી ઉમેરો.તે પછી તેને રોટલી પર મૂકો અને તેને કટલેટનું સ્વરૂપ આપો. જો તમે ઇચ્છો તો તેને આ રીતે ખાઈ શકો છો અથવા તો તમે ઇચ્છો તો તેને ડીપ ફ્રાય કરો, તે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી હશે.

ALSO READ

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!