GSTV
Home » News » મોનસૂન સીઝનમાં માણો ગરમા-ગરમ ચીઝ બોલ્સ ઈન ટોમેટો સોસ

મોનસૂન સીઝનમાં માણો ગરમા-ગરમ ચીઝ બોલ્સ ઈન ટોમેટો સોસ

સામગ્રી: ૨૦૦ ગ્રામ પનીર, ૨ બ્રેડ સ્લાઇસ, ૨ લીલાં મરચાં, ૨ ચમચી કોર્નફ્લોર, ચપટી ખાવાનો સોડા, ૧/૨ ચમચી મીઠું અને મરીનો પાઉડર, સમારેલી કોથમીર, તળવા માટે તેલ.
ગ્રેવી માટેની સામગ્રી- ૪ ટામેટાં, ૨ ડુંગળી, ૨ ઇંચ ટુકડો આદુ, ૧ ચમચી મીઠું, ૨ ચમચી કોર્નફ્લોર, ૧/૨, ચમચી ખાંડ, ૨ ચમચા માખણ, ૧ ચમચો ક્રીમ, ૧/૨ કપ ચીઝ છીણેલું.


રીત: બ્રેડ સ્લાઇસને પાણીમાં નાખી નિચોવીને મસળી કાઢો. તેમાં પનીર છીણીને નાખો હવે બાકીની સામગ્રી પણ નાખો. તેને સારી રીતે મિક્સ કરી તેમાંથી નાના નાના બોલ્સ બનાવી તળી લો. એક કઢાઈમાં માખણ નાખી ગરમ કરો. તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળો. ટામેટાંની પેસ્ટ નાખી થોડું પાણી ઉમેરો. પછી મીઠું અને ખાંડ પણ નાખો આ ગ્રેવીને સારી રીતે સાંતળો કોર્નફ્લોરની પેસ્ટ બનાવી લો આ પેસ્ટને ગ્રેવીમાં નાખો અને થોડીવાર ચડવા દો. હવે આમાં ક્રીમ નાખો સર્વ કરતી વખતે એક બાઉલમાં બોલ્સ નાખો.તેના પર ટોમેટો સોસ ગ્રેવી નાખો અને ચીઝ ઉમેરી ગરમાગરમ પીરસો.

સ્પાઇસી ચીઝ રોલ્સ
સામગ્રી: ૧/૪ કપ બદામ, ૧ કપ દૂધી છીણેલી, ૧ ચમચો કોર્નફ્લોર, ૧ ચમચો માખણ, ૧ કપ દૂધ, ૨ ચમચા ક્રીમ, મીઠું, મરી સ્વાદાનુસાર, ૪ કપ પાણી, ૮-૧૦ બદામ લાંબી પાતળી કાપેલી.

રીત : બદામને એક કલાક પાણીમાં પલાળો, પછી તેની છાલ ઉતારી લો. છીણેલી દૂધી અને બદામને ૧ કપ પાણીમાં થોડીવાર બાફો. બ્લેન્ડરમાં નાખો અને ચાળી લો ૧/૪ કપ દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી લો. નોનસ્ટિક પેનમાં માખણ ગરમ કરો. હવે ગાળેલું મિશ્રણ અને દૂધ તેમાં નાખી તે ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો. ગરમાગરમ સૂપ ક્રીમ અને બદામથી સજાવી સર્વ કરો.

Read Also

Related posts

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

ચોમાસુ આવતાં મુંઝાવાની જરૂર નથી, તમારા લુકને તરોતાજા રાખવા અપનાવો આ ટિપ્સ

Dharika Jansari

ઘઉંના ઔષધીય ગુણો વિશે જાણો છો તમે? તેના નુસ્ખા દવાની જેમ કરે છે કામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!