GSTV
Home » News » Online પાસવર્ડ સેવ રાખવાની આદત છે? તો પહેલા આ વાંચી લો અને બને તેટલું વહેલું ચેતી જજો નહીં તો….

Online પાસવર્ડ સેવ રાખવાની આદત છે? તો પહેલા આ વાંચી લો અને બને તેટલું વહેલું ચેતી જજો નહીં તો….

forgot iphone password

આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે. દિવસે દિવસે આજે સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, ટેબલેટનો ઉપયોગ વધતો ગયો છે. જેના કારણે ઓનલાઈન પેમેન્ટનો પણ ચલણ દિનપ્રતિ વધતું ગયું છે. જેથી ઓનલાઈન એકાઉન્ટ યુઝ કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકોને પાસવર્ડ સામાન્ય રીતે યાદ રહેતા નથી અને તેઓ પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પાસવર્ડને ઓનલાઈન સેવ કરી લેતા હોય છે. આ ઉપરાંત લોકો પોતાની કેટલીક વિગતો પણ ઓનલાઈન સ્ટોર કરી લેતા હોય છે.

આવું કરતાં લોકો જાણી લે કે આમ કરવાથી તેમની મહત્વની જાણકારી હેકર્સ સુધી સરળતાથી પહોંચી જાય છે. ઓનલાઈન એકાઉન્ટ યૂઝ કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમના પર ડેટા ચોરી થવાનું જોખમ પણ વધી રહ્યું છે. એક રીપોર્ટ અનુસાર ઓનલાઈન એકાઉન્ટનો ઉપયોગ કરતાં લોકોમાંથી મોટાભાગના લોકો તેને ઓટો સેવ રાખે છે. આ ઉપરાંત કેટલાક લોકો એમેઝોન, ઈબે જેવી વેબસાઈટ પર પણ કાર્ડની વિગતો સેવ રાખે છે. આ ઉપરાંત કેટલાક વયસ્ક ઓટો ફિલ વિકલ્પ પર પણ વિશ્વાસ કરે છે.

આ સર્વે ર૦૦૦ વયસ્કોના ટેબલેટ અને ફોન પર કરવામાં આવ્યો હતો. રીસર્ચના અંતે જાણવા મળ્યું કે ૭૩ ટકા લોકોને પોતાના પાસવર્ડ યાદ રાખવામાં સંધર્ષ થાય છે તેના કારણે તેઓ ઓટો સેવ વિકલ્પ પસંદ કરે છે. જ્યારે ૩૫ ટકા લોકો દરેક અકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરે છે.

૫૪ ટકા લોકો એવા આંકડાનો ઉપયોગ કરે છે કે જેના કારણે પાસવર્ડ ગુંચવણ ઊભી કરે. ૧૪ ટકા લોકો એવા છે જેમણે પાસવર્ડ એટલી વખત બદલ્યા છે તે તેમને પોતાને યાદ કરવામાં સમસ્યા થાય છે. ૩૩ ટકા યૂઝર્સ પાસવર્ડ લખી અને રાખે છે જેથી તેઓ ભુલી જાય તો સમસ્યા ન થાય.

Read Also

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!