GSTV

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: ખેડૂતોમાં જોવા મળી ખુશી

Last Updated on June 19, 2021 by Bansari

હવામાન વિભાગ જાણે ગુજરાત પર મહેરબાન હોય તેમ રાજ્યમાં પાંચ દિવસની વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલવસાડમાં આજે ભારે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. જો કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ હવામાનની આગાહી છે. હાલ વાવણીની સિઝન ચાલી રહી હોવાથી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે. જો કે, હવામાન એની આગાહી પ્રમાણે અનુકૂળ રહ્યું તો જગતના તાતને મબલક પાક ઉપજશે તેમાં કોઈ નવાઈ નથી

વરસાદ

વલસાડના ઉમરગામમાં પણ સતત બીજા દિવસે વરસાદ

વલસાડના ઉમરગામમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે…શહેરી વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.અને વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે..બીજીતરફ ગ્રામ્ય વિસ્તારમાં શ્રીકાર વર્ષા થતા ખેડૂતો ખુશ જોવા મળ્યા.

ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાલોડ, ડોલવણ સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદને લીધે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

  • નવસારી જિલ્લામાં 24 કલાકથી વરસી રહ્યો છે મેઘો
  • જિલ્લામાં 24 કલાકમાં ગણદેવી તાલુકામાં 140 મિમી (5.83 ઇંચ) વરસાદ ખાબક્યો
  • નવસારી અને જલાલપોર તાલુકામાં 3-3 ઇંચ અને ખેરગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
  • ચીખલીમાં 31 મિમી અને વાંસદમાં 13 મિમી વરસાદ પડ્યો
  • જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

નવસારી જિલ્લામાં 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે…નવસારીના ગણદેવી તાલુકમાં 24 કલાકમાં  સાડાપાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે..નવસારી અને જલાલપોરમાં ત્રણ ત્રણ ઈંચ અને ખેરગામમા પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે..સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

READ ALSO

Related posts

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta

દેવભૂમી દ્વારકા / સરકારી અધિકારીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરી કંપનીની કરી મદદ, કાયદાઓની પરવા કર્યા વગર જમીન અપાઇ: ગુજરાત કિસાન કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

Zainul Ansari

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!