GSTV

હાથરસ કેસમાં અલ્હાબાદ હાઈકૉર્ટનું અવલોકન: મધરાત્રે કરાયેલા પીડિતાના અંતિમ સંસ્કાર માનવાધિકારોનું ઉલ્લંઘન

Last Updated on October 14, 2020 by pratik shah

હાથરસની ઘટના બાદ અલ્લાહાબાદ હાઇકોર્ટે સુઓમોટો દ્વારા સુનાવણી હાથ ધરી છે. હાઇકોર્ટે પીડિતાની અડધી રાત્રે અંતિમ વિધિ પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસનો ઉધડો લેતા કહ્યું હતું કે આ રીતે મધરાતે પીડિતાના અંતિમ સંસ્કાર કરાવવા એ તેના માનવ અધિકારોનો સરેઆમ ભંગ છે. કોર્ટે સાથે કહ્યું છે કે પીડિતા સમ્માન સાથે અંતિમ સંસ્કારનો અિધકાર ધરાવે છે.

સીબીઆઈએ રિક્રિયેટ કર્યો ક્રાઇમ સીન

દરમિયાનમાં ઉત્તર પ્રદેશના હાથરસ કાંડની તપાસ સીબીઆઇએ શરૂ કરી દીધી છે અને આ સમગ્ર મામલે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. સીબીઆઇએ જે સ્થળે આ ઘટના બની હતી ત્યાં જઇને ક્રાઇન સીનની રીક્રિએટ કર્યો હતો. આ દરમિયાન પીડિતાની માતા અને ભાઇ પણ ત્યાં હાજર રહ્યા હતા.

પીડિત પરિવાર સાથે કરી મુલાકાત

પીડિતાની માતા આ કેસમાં મહત્વની સાક્ષી માનવામાં આવે છે. બાદમાં સીબીઆઇની ટીમ પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા તે સ્થળે પણ ગઇ હતી. આ પહેલા સીબીઆઇની ટીમે હાથરસની પીડિતાના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી અને ઘટના સમયે કોણે શું જોયું તેની જાણકારી એકઠી કરી હતી.

માતાપિતાની તબિયત બગડી, સારવાર હેઠળ

સાથે જ અંતિમવિિધ દરમિયાન શું થયું હતું તે અંગે પીડિતાના પરિવારને સવાલો પૂછ્યા હતા અને માહિતી મેળવી હતી. હાલ પીડિતાના માતા પિતાની તબિયત ખરાબ હોવાથી તેમને સારવાર અપાઇ રહી છે. આ માટે ઘરે પણ ડોક્ટરને બોલાવવામા આવ્યા હતા.

અંતિમ વિધિ કરાયેલ સ્થળની ફોરેન્સિક ટીમની મુલાકાત

સીબીઆઇની ટીમમાં 15 અધિકારીઓ છે, પીડિતાના ઘરે જઇને તેના ભાઇને બાદમાં ટીમ પોતાની સાથે લઇ ગઇ હતી અને જે સ્થળે ઘટના બની ત્યાં લઇ ગઇ હતી, શું થયું હતું તે સમયે તેની જાણકારી મેળવી હતી. અંતિમવિધિ કરવામાં આવી તે સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પોલીસની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઇની ટીમમાં સેંટ્રલ ફોરેંસિક સાઇંસ લેબના સભ્યો પણ છે.

કોરોના ટેસ્ટ કરાવવાનો માતાપિતાનો ઇન્કાર

બીજી તરફ પરિવારમાં માતા પિતા બિમાર હોવાથી તેમના કોરોના ટેસ્ટ માટે ટીમ પહોંચી હતી પણ ટેસ્ટ કરાવવાની પરિવારના સભ્યોએ ના પાડી દીધી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિંક રિપોર્ટ, પીએમ રિપોર્ટ, પીડિતાના પરિવારજનોના નિવેદન, પોલીસની કાર્યવાહી વગેરેને કેસ ડાયરીમાં સામેલ કરી લેવાયા છે.

ઘટનાના તમામ વીડિયોની કરાશે તપાસ

આ ઉપરાંત પીડિતાના જેટલા પણ વીડિયો છે તે અને મેડિકલ તપાસ કરનારાઓના નિવેદનોને પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અંતિમવિધિ દરમિયાન જે વીડિયો સામે આવ્યા તેની પણ તપાસ કરાઇ રહી છે.  બીજી તરફ હાથરસની પીડિતાની અંતિમવિિધ રાત્રે જ કરી દેવામાં આવી હતી જેને પગલે ભારે હોબાળો મચી ગયો હતો.

ઘટનાને લઈને હાઇકોર્ટના આદેશ

આ ઘટનાની નોંધ ઉત્તર પ્રદેશ હાઇકોર્ટની લખનઉ બેંચે લીધી હતી. સાથે જ હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે હાથરસમાં જે રીતે રાતોરાત અંતિમવિધિ કરવામાં આવી તેવું ફરી ન થાય તે માટે પીડિતાના મૃતદેહની અંતિમવિધિ માટે યોગ્ય ગાઇડલાઇન તૈયાર કરવામાં આવે અને તેને રાજ્યભરમાં લાગુ કરવામાં આવે કે જેથી ફરી આવી કોઇ ઘટના ન ઘટે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!