GSTV

હાથરસ કેસમાં મોટો દાવોઃ યુપીમાં રમખાણો ફેલાવવા મોરિશિયસથી આવ્યુ 50 કરોડનું ભંડોળ

Last Updated on October 7, 2020 by Ankita Trada

હાથરસ કાંડના બહાને ઉત્તરપ્રદેશને જાતીય દંગામાં ઢસડવાના ષડયંત્રમાં તપાસ એજન્સીઓને એક મોટો પુરાવો હાથમાં આવ્યો છે. તપાસ એજન્સીઓને મળેલ પૂરાવાથી એ વાતનો ખુલાસો થયો છે કે, ઉત્તરપ્રદેશમાં દંગા કરાવવા માટે દેશ-વિદેશથી 100 કરોડ રૂપિયાથી વધારેની ફંડિગ કરવામાં આવી છે. સૂત્રોના જાણાવ્યા પ્રમાણે એકલા મોરીશસથી 50 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા છે. હવે હાથસર કેસ સાથે જોડાયેલ દરેક કેસને CBI ને હેન્ડઓવર કરવામાં આવશે. જણાવી દઈએ કે, હાથરસ કાંડના બહાને દંગા ફેલાવવાના ષડયંત્રમાં રાજધાની લખનઉ, હાથરસ સહિત ઘણા પોસીલ સ્ટેશનમાં ડઝનથી પણ વધારે FRI દાખલ છે.

વેબસાઈટ પ્લેટફોર્મ કોર્ડ ડોટ કોમ પર બનાવવામાં આવી

જણાવી દઈએ કે, હાથરસ કાંડમા પહેલા SIT અને બાદમાં CBI ની ભલામણ બાદ આ કેસમાં ED ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હાથરસને લઈને બનેલી વેબસાઈટ ‘જસ્ટિસ ફોર હાથરસ વિક્ટિમ’ ની તપાસ પણ ED કરશે. ખરેખર તપાસ એજન્સીઓને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યુ છે કે, પીડિતાને ન્યાય અપાવવાના નામ પર રાતો-રાત એક વેબસાઈટ બનાવવામાં આવી છે.. જે હેઠળ યૂપીમાં જાતીય દંગા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. એઠલુ જ નહી વેબસાઈટના માધ્યમથી ઈસ્લામિક દેશ પાસેથી ફંડિગ પણ કરવામાં આવી છે. હવે આ વેબસાઈટ થકી જે ખાતામાં પૈસા આવ્યા છે. તેની તપાસ પણ ED દ્વારા કરવામાં આવશે. આ વેબસાઈટ પ્લેટફોર્મ કોર્ડ ડોટ કોમ પર બનાવવામાં આવી છે.

4 શંકાસ્પદની ધરપકડ

આ પહેલા મંગળવારને દિલ્હીથી હાથરસ જઈ રહેલા 4 લોકોની મથુરા પોલીસે ધરપકડ કરી છે. આ બધા પ્રખ્યાત ફ્રંટ ઓફ ઈંડિયા (PFI)ના સભ્ય દર્શાવવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી ભડકાઉ સાહિત્ય પણ મળ્યા છે. ધરપકડ કરવામાં આવેલ સભ્યોમાં એક શખ્સ બહરાઈચના જરવલના રહેવાસી છે. ત્યારબાદથી જ યૂપી પોલીસ સક્રિય થઈ ગઈ છે. બહરાઈચ પોલીસનું કહેવુ છે કે, આ વિસ્તાર ઈન્ડો-નેપાલ સીમાથી ચાલુ છે અને છેલ્લા કેટલાક સમયમાં PFI સાથે જોડાયેલ કેટલાક અન્ય લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. એવામાં શોધખોળ કરવામાં આવી રહી છે કે, યૂપી અને દેશના અન્ય ભાગમાં જાતીય અને સાંપ્રદાયિક દંગા ફેલાવવા માટે ભારત નેપાળ સીમા પર PFI ના શું હાલચાલ ચાલી રહ્યા છે.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!