GSTV

હાથરસ ગેંગરેપ: પરિવારના વિરોધ છતાં પોલીસે બારોબાર કરી દીધા પીડિતાના અંતિમ સંસ્કાર

યુપીના હાથરસમાં હેવાનિયતનો શિકાર બનેલી દલિત યુવતીનો મોત બાદ દિલ્હીથી હાથસર સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે.  પરિવાર વિરોધ કરતો રહ્યો અને પોલીસે યુવતીના અંતિમ સંસ્કાર પણ કર્યા. નરાધમોએ ગેંગરેપ બાદ તેની જીભ કાપી નાખી હતી. તેની કરોડરજ્જૂ તોડી નાખી હતી.

પરિવારના વિરોધ છતાં કરી દેવાયા અંતિમ સંસ્કાર

મોડી રાત્રે જયારે પીડિતાનો મૃતદેહ વતન પહોંચ્યો ત્યારે ગામલોકો અને પરિવાર અંતિમ સંસ્કાર માટે રાજી ન હતો. પરંતુ, પોલીસે તમામ વિરોધ છતાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. ગામલોકોના વિરોધને જોતા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

હાથરસ ગેંગરેપ

મોડીરાત્રે હાથરસ પહોંચ્યો પાર્થિવદેહ

ગેંગરેપ પીડિતાનો શબ રાત્રે 12.45 કલાકે હાથરસ પહોંચ્યો હતો. એમ્બ્યુલન્સને જયારે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી આવી રહી હતી ત્યારે લોકોએ તેને રોકી દીધી. એમ્બ્યુલન્સ પીડિતાના ગામ પાસે રાત્રે 2.35 સુધી રોકાઈ રહી. બાદમાં પોલીસે એમ્બ્યુલન્સને અંતિમ સંસ્કાર માટે રવાના કરી દીધી અને પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

મંગળવારે લીધા અંતિમ શ્વાસ

ગેંગરેપ બાદ પીડિતા એક અઠવાડિયા સુધી બેભાન રહી. સોમવારે સ્થિતિ ખરાબ થયા બાદ કિશોરીને એઈમ્સ દિલ્હી લઈ જવામાં આવી હતી. મંગળવારની વહેલી તેણે દમ તોડી દીધો. પોલીસે છેડતીના આરોપમાં આ મામલે FIR નોંધી હતી.

પરીક્ષણમાં ગેંગરેપ થયો હોવાની પુષ્ટિ થઈ

21 સપ્ટેમ્બરે યુવતી ભાનમાં આવ્યા બાદ ડોક્ટરના પરીક્ષણમાં ગેંગરેપ થયો હોવાની પુષ્ટિ થઈ હતી. પીડિતાએ ભાનમાં આવ્યા બાદ જણાવ્યું હતું કે આરોપીઓએ તેની જીભ કાપી નાખી હતી, જેથી કે ઘટના વિશે કોઈને જણાવી ન શકે. 

14 સપ્ટેમ્બરે થયો હતો દલિત યુવતી પર ગેંગરેપ

હાથરસના થાપા ચંદપા વિસ્તારના ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર દબંગ યુવકોએ 19 વર્ષની દલિત છોકરી સાથે બાજરીના ખેતરમાં ગેંગરેપ કર્યો હતો. આ મામલેમાં પોલીસે બેદરકારી દાખવી હતી. બળાત્કારના આરોપની ફરિયાદ ન નોંધતા છેડતીના આરોપમાં એક યુવકને કસ્ટડીમાં લીધો હતો. આ બાદ તેની વિરુદ્ઘ કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

Mansi Patel

તમામ દેશવાસીઓને કોરોનાની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે સરકાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ સ્પષ્ટતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!