GSTV

હાથરસ : પીએમ મોદીની થઈ એન્ટ્રી, યોગીને ફોન બાદ રાજ્ય સરકાર આવી એકશનમાં અને લેવાયા ધડાધડ નિર્ણયો

હાથરસ

ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં એક દલિત બાળા પર ગેંગરેપ કર્યા બાદ એની કરોડરજ્જુ તોડી નાખવાના અને એની જીભ કાપી નાખવાના બનાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. તેમણે યોગીને ઉત્તર પ્રદેશમાં વધી રહેલા અપરાધો અંગે સજાગ રહેવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. તેમણે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી અંગે પણ બે શબ્દો યોગીને કહ્યા હતા.

સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની યોગીની તાકીદ

યોગી આદિત્યનાથે આ કેસની તપાસ કરવા માટે રાજ્યપોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ યોગીએ કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રપ્રકાશ અને પ્રોવિન્શ્યલ આર્મ્ડ ફોર્સની આગ્રા પૂનમને સહભાગી કરાયાં હતાં.

દરમિયાન, સમગ્ર ગામવાસીઓના વિરોધ વચ્ચે મંગળવારે મધરાતે રાજ્ય પોલીસે ગેંગરેપનો ભોગ બનેલી દલિત બાળાના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. જો કે આ મામલે પાટનગર નવી દિલ્હી અને અન્યત્ર સારો એવો વિરોધ વંટોળ સર્જાયો હતો. જબરદસ્ત વિરોધ વંટોળ વચ્ચે રાજ્ય પોલીસે દલિત યુવતીના પરિવારની ચિંતા કર્યા વિના રાત્રે પોણા ત્રણ વાગ્યે એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, લોકોના રોષને ધ્યાનમાં લઇને પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ યોગી આદિત્યનાથ સાથે ફોન પર કરી ચર્ચા

આ કેસમાં અત્યાર સુધીમાં ચારે ચાર ઠાકુર યુવાનની ધરપકડ કરી લેવાઇ હતી. દરમિયાન, મંગળવારે સવારે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં આ યુવતી મરણ પામી હતી. તરત દિલ્હીમાં વિરોધી દેખાવો શરૂ થઇ ગયા હતા અને મરનાર યુવતીને હાથરસની નિર્ભયા તરીકે વર્ણવવામાં આવી હતી. આ આખીય ઘટનાની નોંધ વડા પ્રધાનના કાર્યાલયે લીધી હતી અને આજે સવારે વડા પ્રધાને પોતે યોગી આદિત્યનાથ સાથે આ કેસ અંગે ફોન પર ચર્ચા કરી હતી.

પીડિતાના પરિવારને જાણ કર્યા વિના જ પોલીસે કર્યા અંતિમ સંસ્કાર

હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. આ દરમિયાન સ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા.

કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.

Read Also

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!