GSTV
Gujarat Government Advertisement

હાથરસ કેસ/ તમામ આરોપીઓના થશે નાર્કો ટેસ્ટ, CBIની ટીમ ચારેયને જેલમાંથી લઈને અમદાવાદ પહોંચી

Last Updated on November 22, 2020 by Pravin Makwana

હાથરસના કથિત ગેંગરેપ કેસના ચારેય આરોપીઓના નાર્કો ટેસ્ટ થશે. સીબીઆઈની ટીમ આ ચારેય આરોપીને લઈને અમદાવાદ પહોંચી ગઈ છે. હાથરસ જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ ટીમ ચારેય આરોપીઓને અહીં પોતાની સાથે લઈને આવ્યા છે.

આ અગાઉ કથિત ગેંગરેપના મામલામાં ઘટનાસ્થળ પર સૌથી પહેલા પહોંચવાનો દાવો કરનારા છોટુ નામના યુવકનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર હતો. તેનું કહેવુ હતું કે, સચ્ચાઈ સામે લાવવા માટે તે ટેસ્ટ કરાવવા તૈયાર છે. સાથે જ તે પીડિતાના પરિજનોનો પણ ટેસ્ટ થવો જોઈએ તેવી માગ કરી છે. આ બાજૂ યુવકની માએ ટેસ્ટ પર વાંધો ઉઠાવતા દિકરાના સગીર ગણાવ્યો છે.

ચંદપા વિસ્તારમાં આવેલા ગામ બૂલગઢીમાં યુવતી સાથે બનેલી આ ઘટનામાં સીબીઆઈ તપાસમાં લાગેલી છે. ઘટના સમયે બાજૂના જ ખેતરમાં કામ કરી રહેલા યુવક છોટૂએ ઘટના સ્થળ પર સૌથી પહેલા પહોંચીને દાવો કર્યો હતો. તેનું ઘર પીડિતાના ઘરની બાજૂમાં જ આવેલું છે. આ જ યુવક આ ઘટના બાદ યુવતીના ભાઈને બોલાવા માટે ઘરે આવ્યો હતો. સીબીઆઈ છોટુ સાથે કેટલીય વાર પૂછપરછ કરી ચુકી છે. યુવકના અનુસાર સીબીઆઈ તેની સાથે 20થી વધારે વખત પૂછપરછ કરી રહી છે.

યુવકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સીબીઆઈએ ગુરૂવારે તેનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે. સીબીઆઈ તેનો નાર્કો-પેલીગ્રાફ કરવાની વાત કરી રહી છે. તે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે. યુવકે કહ્યુ હતુ કે, તે સીબીઆઈની ખૂબ જ ઈજ્જત કરે છે. સચ્ચાઈ સામે આવવી જોઈએ. તેને કહ્યુ હતું કે, પીડિત પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ થવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચૂંટણી પુરી- ગરજ પુરી: સળંગ ચોથા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, સરકાર જનતાને નહીં જીવવા દે

Pravin Makwana

હવામાન/ દેશના આ 15 રાજ્યોમાં વરસાદની આગાહી: ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું, વીજળી પડતા 10ના મોત

Bansari

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના કોરોનાથી મોતની ઉડી અફવા, દિલ્હી એઇમ્સે કરવી પડી સ્પષ્ટતા – હજુ તો…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!