GSTV

આપણે રામરાજ્યનું વચન આપ્યું પણ હાથરસ કેસ એ રાવણરાજની નિશાની, પોલીસના કારણે બટ્ટો લાગ્યો : ભાજપના નેતા બગડ્યા

હાથરસ

હાથરસ કાંડના પડઘા દેશભરમાં પડી રહ્યા છે, જેને પગલે હવે ભાજપના નેતા ઉમા ભારતીએ યોગી આદિત્યનાથને કહ્યું છે કે મીડિયાકર્મીઓ, નેતાઓને હાથરસ જતા ન અટકાવવામાં આવે. તેમણે પીડિતાની મધરાતે થયેલી અંતિમવિિધની પણ ટીકા કરી હતી.

ઉમા ભારતીની ટ્વીટ

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મારી જાણકારીમાં એવો કોઇ નિયમ નથી કે કોઇને પરિવારને મળતા અટકાવવામાં આવે, જો આવુ કર્યું તો તેનાથી તપાસ પર શંકા ઉભી થશે. આપણે દેશમાં રામરાજ્ય લાવવાનું વચન આપ્યું છે પણ આ ઘટનામાં પોલીસની જે શંકાસ્પદ ભૂમિકા છે તેનાથી સરકાર અને ભાજપની છબી ખરાબ થઇ રહી છે.

ઉમા ભારતીએ કરી ભાવુક અપીલ

ઉમા ભારતીએ ભાવુક અપીલ કરતા કહ્યું કે હું હાલ કોરોના વોર્ડમાં છું અને જે કઇ થયું તેનાથી વિચલીત થઇ છું, જો મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ ન હોત તો હું પણ હાથરસ જઇને પરિવારની પાસે બેઠી હોત. જેવી મને એઇમ્સમાંથી રજા મળશે કે તુરંત હું પીડિતાનાપરિવારને મળીશ. હું યોગી આદિત્યનાથને અપીલ કરૂં છું કે તે મીડિયાકર્મીઓ, નેતાઓને પીડિતાના પરિવારને મળવા જતા ન અટકાવે. પોલીસે ગામમાં પીડિતાના પરિવારની જે રીતે ઘેરાબંધી કરી છે તેનાથી અનેક આશંકાઓ પેદા થઇ રહી છે.

Read Also

Related posts

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!