GSTV

હાથરસ: પિડીતાના પરિવારની સહમતી અને હાજરી વચ્ચે થયા અંતિમ સંસ્કાર, રાજ્યસરકારે CBI તપાસની કરી માગ

corona

Last Updated on October 6, 2020 by Ankita Trada

હાથરસ રેપના મામલામાં યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કર્યુ છે. જેમાં યુપી સરકારે કહ્યું છે કે, અમે પોતે જ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટ પોતે આ કેસ પર નજર રાખે તેવું પણ સરકાર ઈચ્છે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક જનહિત અરજીના સંદર્ભમાં યુપી સરકારને આ સોગંદનામું કરવું પડ્યું છે. પીઆઈએલમાં આરોપ લગાવાયો છે કે, પીડિતાના પરિવાર પ્રત્યે પોલીસે ફરજ બજાવી નથી અને આરોપીઓનો બચાવ કરાઈ રહ્યો છે. પરિવારને જાણ કર્યા વગર યુવતીના અડધી રાતે અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા.

રેપ કરીને ગળુ દબાવવાનો પ્રયત્ન

જેના જવાબમાં યુપી સરકારનું કહેવું છે કે, કેટલાક લોકોએ પોતાનુ હિત સાધવા માટે જુઠ્ઠાણુ ચલાવ્યું છે. જેના કારણે સરકારે નિષ્પક્ષ તપાસ માટે એક ટીમ બનાવી છે. જેની આગેવાની ડીઆઈજી રેન્કના અધિકારીને સોંપાવમાં આવી છે. 11 સપ્ટેમ્બરે ઘટના બન્યા બાદ યુવતીના નિવેદનના આધારે હત્યાના પ્રયાસ અને છેડછાડનો ગુનો દાખલ કરાયો હતો. એ પછી 22 સપ્ટેમ્બરે યુવતીએ ફરી નિવેદન આપીને કહ્યું હતું કે, ચાર યુવકોએ મારો રેપ કરીને ગળુ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેના આધારે ફરિયાદમાં ગેંગરેપની કલમનો ઉમેરો કરાયો હતો. યુવતીની તબિયત બગડતા તેને દિલ્હીમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું.

પરિવારજનો લોકોના પ્રભાવમાં હતા

સરકારના કહેવા પ્રમાણે એ પછી મોટી સંખ્યામાં લોકો હાથરસ પહોંચી ગયા હતા.જેમાં નેતાઓ પણ સામેલ હતા. જ્યાં સુધી નોકરી અને એક કરોડનું વળતર ના મળે ત્યાં સુધી પરિવારને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનો લોકોના પ્રભાવમાં હતા. પોલીસ મૃતદેહ લઈને હાથરસ જવા રવાના થઈ હતી. હાથરસમાં 250 લોકોએ એમ્બ્યુલન્સ રોકીને નારાબાજી શરુ કરી દીધી હતી. પોલીસને બાતમી મળી હતી કે, આ ઘટનાને જાતીય રંગ અપાઈ રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ છે. જેના કારણે પરિવારને વહિવટીતંત્રે અડધી રાતે અંતિમ સંસ્કાર માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તોફાને જેવી સ્થિતિ ટાળી શકાય. એ પછી રાતે રીતિ રિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તે વખતે યુવતીના પરિવારજનો મોજુદ હતા.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!