GSTV

હાથરસ કાંડમાં નવો વળાંક: આરોપીઓએ એસપીને ચિઠ્ઠી લખી સમગ્ર મામલાને ગણાવ્યો ઓનર કિલિંગ મામલો

Last Updated on October 8, 2020 by pratik shah

હાથરસ ગેંગરેપકાંડના આરોપીઓએ એસપીને ચીઠી લખી પોતાને નિર્દોષ ગણાવ્યા છે. અને દાવો કર્યો છે કે પૂરી ઘટના ઓનર કિલિંગનો છે. જે મામલે પીડિતાની ભાભી, માં અને પિતાએ કહ્યું કે અમારી સામે સડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જયારે પીડિતાની ભાભીએ કહ્યું કે પીડિતાને તો સળગાવી દીધી. હવે અમને પણ ઝેર આપી દો. તો બીજી તરફ આરોપી રામુ અને રવિને માતાએ પોતાના પુત્રો નિર્દોષ છે તેમને ફસાવામાં આવી રહ્યા છે.

આરોપી સંદીપે એસપીને લખી ચિઠ્ઠી

ચીઠીમાં જે લખવામાં આવ્યું છે તે જ સાચું છે. જો કે અમને નથી ખબર કે તેઓ ક્યારે મળતા હતા. કે નહોતા મળતા. નોધનીય બાબત છે કે આરોપી સંદીપે એસપીને ચીઠી લખી જેમાં તેણે જણાવ્યું કે પીડિતા સાથે મારી મિત્રતા હતી. મુલાકાત દરમિયાન ક્યારેક ક્યારેક મારી ફોન પર પણ વાત થતી હતી. અમારી મિત્રતા તેના ઘરના લોકોને પસંદ ના હતી.

પીડિતાના ભાઈ અને તેની માતાએ તેને મારી: આરોપી સંદીપ

વધુમાં તેમણે લખ્યું છે કે ઘટનાના દિવસે પીડિતાએ મને ખેતરમાં મળવા બોલાવ્યો હતો. જયારે હું તેને મળવા ગયો ત્યારે તેની માતા અને ભાઈ હાજર હતા. જો કે તે દરમિયાન પીડિતાએ મને ઘરે જતા રહેવા જણાવ્યું હતું અને હું ઘરે આવતો રહ્યો હતો. અને ઘરે આવ્યા બાદ મારા પિતા સાથે પશુને પાણી પીવડાવી રહ્યો હતો. ત્યારે જ મને ખબર પડી કે પીડિતાની માતાએ અને ભાઈએ તેને મારી હતી. જેના લીધે તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેનું મૃત્યુ થઇ ગયું.

અમને ચારેયને ફસાવવામાં આવ્યા : સંદીપની ચિઠ્ઠીમાં ઉલ્લેખ

વધુમાં સંદીપે કહ્યું કે મેં ક્યારેય પીડિતાને મારી નથી કે ના કઈ ખોટું કર્યું છે. આ ઘટનામાં અમે નિર્દોષ છીએ. મારા સંબંધી રવી અને શમુને પણ ફસાવામાં આવી રહ્યા છે. સાથે જ લવકુશનું નામ પણ આપવામાં આવ્યું છે. અમે ચારેય નિર્દોષ છીએ અને નિષ્પક્ષ તપાસની માંગ કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!