પંજાબમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓ સામે ઝેર ઓકનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધુના સલાહકાર અને રાજ્યના પૂર્વ ડીજીપી મહોમ્મદ મુસ્તફા સામે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. માલેરકોટલમાં મુસ્તફાએ એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે, મારા કાર્યક્રમની સામે હિન્દુઓને પણ જો કાર્યક્રમ કરવાની પરવાનગી અપાઈ તો એવી સ્થિતિ ઉભી કરીશ કે સંભાળી પણ નહીં શકાય.

તેમના ભાષણના વાયરલ થયેલા વિડિયોમાં મુસ્તફા કહેતા સંભાળય છે કે, હું અલ્લાહની કસમ ખાઈને કહુ છું કે, તેમનો કોઈ કાર્યક્રમ થવા નહીં દઉં. હું આરએસએસનો એજન્ટ નથી કે ડરીને ઘરમાં જઉં. જો તેમણે ફરી કાર્યક્રમ યોજવાની હરકત કરી તો તેમને ઘરમાં ઘુસીને મારીશ. આજે હું ખાલી વોર્નિંગ આપી રહ્યો છું. હું વોટો માટે નહીં પણ મારી કોમ માટે લડી રહ્યો છું. જો ફરી મારા કાર્યક્રમ સામે હિન્દુઓને કાર્યક્રમ કરવાની પરવાનગી અપાઈ તો એવા હાલાત પેદા કરીશ કે સંભાળવુ પણ મુશ્કેલ થશે.
મુસ્તફાનો વિડિયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાઈ ગયુ છે. વિપક્ષે આ મામલામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. ભાજપે આ નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરવાનુ નક્કી કર્યુ છે અને સાથે સાથે માંગ કરી છે કે, સોનિયા ગાંધી સહિતના નેતાઓએ તેનો જવાબ આપવા આગળ આવવુ જોઈએ. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી જવાબ આપે કે, મુસ્તફાને આગળ ધરીને કોંગ્રેસ પંજાબમાં કેવી સ્થિતિ ઉભી કરવા માંગે છે. શું પંજાબને કાશ્મીર બનાવવા માંગે છે. પંજાબમાં માત્ર એક જ કોમને કાર્યક્રમો કરવાનો અધિકાર છે.
राहुल गांधी और कांग्रेस पार्टी बताएं की मोहम्मद मुस्तफा को मोहरा बनाकर पंजाब में वो कौन से हालात पैदा करना चाहते हैं?
— Sambit Patra (@sambitswaraj) January 22, 2022
क्या पंजाब को कश्मीर बनाना चाहते हैं?
क्या पंजाब में फिर से 80 के दशक जैसा हालात पैदा करने चाहते हैं?
क्या पंजाब में सिर्फ एक विशेष कौम के लिए जलसे का अधिकार है? https://t.co/TP7BaxYRF8
ભાજપના બીજા પ્રવકતા શાઝીયા ઈલ્મીએ મુસ્તફાના ભાષણને હેટ સ્પીચ ગણાવી છે અને ચૂંટણી પંચ સમક્ષ મુસ્તફા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખુદ કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટુએ કહ્યુ છે કે પંજાબના પૂર્વ ડીજીપી પાસેથી આવી ભાષા સાંભળીને મને ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાંતોની વિરુધ્ધ મુસ્તફાએ ભાષણ આપ્યુ છે. મુસ્તફાએ માંફી માંગવી જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં