GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આદિવાસીઓના વિકાસની વાતો વચ્ચે કરોડોના ખર્ચે બનાવેલું હાટ બજાર ખાઈ રહ્યું છે ધૂળ

આંતરીયાળ ગામોના લોકોને રોજગારી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ એકજ જગ્યા એ મળી રહે તે માટે સરકાર હાટ બજારો બનાવી રહી છે. તે માટે કરોડોનો ખર્ચ પણ કરવામાં આવે છે. આવું જ એક હાટ બજાર નસવાડી તાલુકાના તણખલા ગામે તૈયાર કરવામાં આવ્યું છે. પણ હાલમાં આ હાટ બજાર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. તંત્રની બેદરકારીને લઈ આ વિસ્તારના લોકો હાટ બજારનો લાભ નથી મળી રહ્યો.

નસવાડીના તણખલા ગામના હાટ બજારમાં બે કરોડ અને પાંચ લાખનો ખર્ચ કરીને શેડ અને દુકાનો બનાવાઇ છે. પણ આજે આ હાટ બજાર સુરક્ષિત નથી. અહી બનાવામાં આવેલા શેડના પતરા ગાયબ થઈ ગયા છે. ત્યારે ઉજ્જડ બનેલું આ હાટ બજાર જલ્દી ચાલુ થાય તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. આ ગામના લોકોએ તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરી છે. તાલુકા પંચાયતના સદસ્યએ પણ તણખલા ગામના સરપંચને રજૂઆત કરી છે પણ તેને પણ દોઢ વર્ષ વીતવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

હાટ બજારથી ગામ લોકો અને વિસ્તારમાં અનેરી ખુશી હતી. લોકોને રોજગાર મળે તેવી આશા બંધાઈ હતી. પરંતુ હાલ તો આ આશા પર પાણી ફરી વળ્યુ છે. આદિવાસી લોકોના મતે જો હાટ બજાર ચાલુ થાય તો સ્થાનિક કક્ષાએ જ રોજીરોટી મળી રહે તેઓને રોજગારી માટે બહાર ન જવું પડે. તાલુકા વિકાસ અધિકારી પણ હાટ બજારને લઇને આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આદિવાસીના ઉદ્ધારની વાતો વચ્ચે ખર્ચો કરવા છતા પણ હાટ બજારની આ હાલત છે તે ક્યારે સુધરશે તે એક યક્ષ પ્રશ્ન છે.

READ ALSO

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!