GSTV

શ્રીલંકા સામે 100મી ટેસ્ટમાં સદી ફટકરી છવાયો હાશિમ અમલા

Last Updated on June 23, 2017 by Yugal Shrivastava

જહોનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાના બેટસમેન હાશિમ અમલાએ સદી ફટકારી પોતાની 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી હતી. શ્રીલંકા સામે ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અણનમ 125 રન બનાવ્યા છે. આ સાથે અમલા દક્ષિણ આફ્રિકા તરફથી 100 ટેસ્ટ મેચ રમનાર આઠમો ખેલાડી બન્યો છે. અમલાની આ સિદ્વિ પર ટીમના કપ્તાન ફાફ ડૂ પ્લેસિસે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, બની શકે તે દક્ષિણ આફ્રિકા માટે 100 ટેસ્ટ મેચ રમનાર છેલ્લો બેટસમેન હોય. પ્લેસિસે કહ્યું કે, ટીમમાં ડી કોક અને રબાદા જેવા ખેલાડી હાજર છે. જે ઘણાં યુવા છે પરંતુ ભવિષ્ય વિશે કશું ન કહી શકાય. મારુ માનવું છે કે, રમત બદલાઇ રહી છે અને હવે એટલુ ક્રિકેટ રમાય છે કે તમે લાંબા સમય સુધી ન રમી શકો.

અમલાએ 99 ટેસ્ટ મેચમાં 49.45ની એવરેજથી 7665 રન બનાવ્યા છે. જેમાં 25 સદી સામેલ છે. ટેસ્ટમાં અણનમ 311 રન તેનો સૌથી સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ ઉપરાંત તેણે 140 વન ડે મેચમાં 51.33ની એવરેજથી 6519 રન બનાવ્યા છે, જેમાં 23 સદીનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, આ સિદ્વિ હાંસલ કરનાર પ્રથમ બેટસમેન કોલિન કાઉડ્રે હતા, જેમણે ઓસ્ટ્રેલિયા સામે 1968માં 104 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત ઇંગ્લેન્ડના વિકેટકીપર એલેક સ્ટુઅર્ટે પણ આ કમાલ કરી હતી. તેમણે વેસ્ટઇન્ડિઝ સામે વર્ષ 2000માં 105 રનની ઇનિંગ્સ રમી હતી. ઉપરાંત પાકિસ્તાનના બે બેટસમેન જાવેદ મિયાંદાદ અને ઇન્ઝમામ ઉલ હક પણ આ સિદ્વિ હાંસલ કરી ચૂક્યા છે. આમ તો સચિન અને દ્રવિડ સહિત ભારતના કેટલાક બેટસમેન 100થી વધુ ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે પરંતુ, કોઇ ભારતીયએ 100મી ટેસ્ટમાં સદી ફટકારી નથી.

ટેસ્ટ ક્રિકેટમાં આ બેટસમેનોએ 100મી ટેસ્ટમાં ફટકારી હતી સદી

104 રન, કોલિન કાઉડ્રે(ઇંગ્લેન્ડ) ઓસ્ટ્રેલિયા સામે બર્મિધમમાં 11 જુલાઇ 1968
145 રન, જાવેદ મિયાંદાદ(પાકિસ્તાન) ભારત સામે લાહોરમાં 1 ડિસેમ્બર 1968
149 રન , ગોડન ગ્રીનિજ(વેસ્ટઇન્ડિઝ) ઇંગ્લેન્ડ સામે સેન્ટ જોસમાં 12 એપ્રિલ 1990
105 રન, એલેક સ્ટુઅર્ટ(ઇંગ્લેન્ડ) વેસ્ટઇન્ડિઝ સામે માન્ચેસ્ટરમાં 3 ઓગસ્ટ 2000
184 રન, ઇન્ઝમામ ઉલ હક (પાકિસ્તાન) ભારત સામે બેંગ્લોરમાં 24 માર્ચ 2005
120 રન, રિકી પોન્ટિગ(ઓસ્ટ્રેલિયા), દક્ષિણ આફ્રિકા સામે સિડનીમાં 2 જાન્યુઆરી 2006
143* રન, રિકી પોન્ટિગ(ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે સિડનીમાં 2 જાન્યુઆરી 2006
131 રન, ગ્રીમ સ્મિથ(દક્ષિણ આફ્રિકા) ઇંગ્લેન્ડ સામે ઓવલમાં 19 જુલાઇ 1012

Related posts

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Bansari

ક્રિકેટ વૉર/ કોહલીનો સૌથી મોટો ‘દુશ્મન’ ફરી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, શાસ્ત્રીની હકાલપટ્ટીની તૈયારીઓ શરૂ

Bansari

મોટા સમાચાર / પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, સુરક્ષાને લઈને ન્યુઝીલેન્ડ પ્રવાસ કરાયો રદ્દ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!