GSTV

કમાલનો રેકોર્ડ, એક બેટસમેન 99 રને અને બીજો 199 રને થયો આઉટ

Last Updated on September 29, 2017 by

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકા તરફથી બે સદી બની હતી. જ્યારે એક બેટસમેન 99 રન પર આઉટ થયો
હતો. જો કે, આ ત્રણેય બેટસમેનોએ પોતાની ઇનિંગ્સોથી નવો રેકોર્ડ બનાવી દીધો છે.

દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલા અને ડીન એલ્ગરે સદી ફટકારી હતી. પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા એડિયમ માર્કારામ 99 રન પર આઉટ થયો હતો. અમલાએ પોતાની ટેસ્ટ કરિયરની 27મી સદી પૂરી કરી હતી અને આ સાથે તે દક્ષિણ આફ્રિકા તરફતી સૌથી વધુ સદી બનાવનાર સંયુકત રીતે બીજો બેટસમેન બન્યો છે. અમલાએ ગ્રીમ સ્મિથની 27 સદીના રેકોર્ડની બરાબરી કરી છે. હવે તેનાથી આગળ દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર જૅક કાલિસ છે, જેણે 45 ટેસ્ટ સદી ફટકારી હતી.

એલ્ગરે આ સાથે પોતાની ટેસ્ટ કરિયરની નવમી સદી પૂરી કરી હતી. તે 199 રન પર આઉટ થનાર દુનિયાનો 10મો અને દક્ષિણ આફ્રિકાનો પ્રથમ બેટસમેન બન્યો છે. ઉપરાંત ડેબ્યૂ ટેસ્ટમાં એડિયન માર્કરામ 99 રન બનાવી રન આઉટ થનાર દક્ષિણ આફ્રિકાનો પ્રથમ બેટસમેન બન્યો હતો. આ પહેલા પાકિસ્તાનનો અબ્દુલ કાદિર 1964માં અને વેસ્ટઇન્ડિઝનો ઓપનર બેટસમેન ગોર્ડન ગ્રીનિઝ 1974માં પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 99 રન પર આઉટ થયો હતો. આમ, માર્કરામ ડેબ્યૂ ટેસ્ટમાં રન આઉટ થનાર ગત 43 વર્ષોમાં પ્રથમ બેટસમેન બન્યો છે.

Related posts

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Bansari

ક્રિકેટ વૉર/ કોહલીનો સૌથી મોટો ‘દુશ્મન’ ફરી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, શાસ્ત્રીની હકાલપટ્ટીની તૈયારીઓ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!