GSTV

હાશિમ અમલાએ તોડ્યો વિરાટ કોહલીનો આ વર્લ્ડ રેકોર્ડ

Last Updated on October 19, 2017 by

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાન બેટ્સમેન હાશિમ અમલા વચ્ચે રેકોર્ડ બનાવવા અને તોડવાનો સિલસિલો ચાલુ છે. બાંગ્લાદેશ વિરુદ્ધની સીરીઝની પહેલી વન-ડેમાં અમલાએ 112 બોલમાં 8 બાઉન્ડ્રીની મદદથી નોટઆઉટ 110 રનની ઈનિંગ રમી. આ તેના કરિયરની 26મી સેન્ચુરી હતી. આ દરમિયાન તેણે વિરાટનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો. તેણે સૌથી ઓછી વન-ડે ઈનિંગ્સમાં ફાસ્ટેસ્ટ 26મી સેન્ચુરી (સૌથી ઓછી ઈનિંગ્સમાં સૌથી વધુ સેન્ચુરી) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.

સાઉથ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. અમલાએ 154 ઇનિંગમાં 26 સેન્ચુરી પૂરી કરી છે, જ્યારે આ આંકડા સુધી પહોંચવા માટે વિરાટે 166 ઇનિંગ લીધી હતી.

કેટલાક દિવસો પહેલા અમલાએ વનડેમાં સૌથી ફાસ્ટ 7000 રન કર્યા હતા. તેણે 150 ઈનિંગ્સમાં જ આ આંકડો પાર કરી લીધો હતો, જ્યારે વિરાટે 169 ઈનિંગ્સમાં 7 હજાર રન પૂરા કર્યા હતા.

બાંગ્લાદેશ વિરુદ્ધ એક તરફ જ્યાં અમલાએ વિરાટનો રેકોર્ડ તોડ્યો તો બીજી બાજુ તેના જોડીદાર ક્વિન્ટન ડી કૉકે પોતાની 86મી મેચમાં 13 સદી નોંધાવીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાંખ્યો.હાશિમ અમલા અને ક્વિન્ટન ડી કૉકે 282 રનની નોટઆઉટ પાર્ટનરશિપ કરીને બાંગ્લાદેશને 10 વિકેટે હારવા માટે મજબૂર કરી દીધું. આ એક વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો છે.

Related posts

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ટી-20 ટીમ ઇન્ડિયાના વાઇસ-કેપ્ટન બનવાના આ છે 3 મોટા દાવેદાર, રેસમાં આ ખેલાડી સૌથી આગળ

Bansari

ક્રિકેટ વૉર/ કોહલીનો સૌથી મોટો ‘દુશ્મન’ ફરી બનશે ટીમ ઇન્ડિયાનો કોચ, શાસ્ત્રીની હકાલપટ્ટીની તૈયારીઓ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!