GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સિંગર હત્યા મામલો, જીજાજીએ કરાવી હતી હર્ષિતાની હત્યા

હરિયાણાની ડાંસર અને સિંગર હર્ષિતા દહિયાની ચકચારી હત્યામાં નવો ખુલાસો થયો છે. હર્ષિતાની હત્યા તેના જીજાજી દિનેશ કરાલાએ જ કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગર અને ડાન્સર હર્ષિતા સાથે દુષ્કર્મના આરોપમાં તેના જીજાજી દિનેશ કરાલા જેલમાં છે. પોલીસ પૂછપરછમાં દિનેશે પોતાનો ગુનો કબૂલતા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. દિનેશને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના પોલીસે રિમાન્ડ પર લીધો હતો. પાણીપતના ઈસરાના પોલીસ સ્ટેશનના એસએચઓ અનુસાર, જેલમાં બેસીને દિનેશે જ હર્ષિતાના મર્ડરનું ષડયંત્ર રચ્યું હતું. તેનું કહેવું હતું કે, હર્ષિતાના લીધે જ તેની વિરૂદ્ધ બળાત્કાર અને બાદમાં માતાની મર્ડરનો કેસ નોંધાયો હતો. નોંધપાત્ર છે કે, આ કેસમાં હર્ષિતા મુખ્ય સાક્ષી હતી.

સૂત્રો અનુસાર, દિનેશે હર્ષિતાની હત્યા કરવા માટે કેટલાક અસામાજીક તત્વો સાથે વાત કરી હતી. હર્ષિતાની બહેન લતાએ પોતાના પતિ દિનેશ સામે હત્યાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરે હર્ષિતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

 

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!