GSTV

કૃષ્ણમય બન્યા IPS અધિકારી: જીંદગીના બાકીના વર્ષો જગતના નાથની સેવામાં વિતાવવા માટે સ્વૈચ્છિક સેવાનિવૃતિ જાહેર કરી

Last Updated on July 29, 2021 by Pravin Makwana

હરિયાણાની વરિષ્ઠ આઈપીએસ અધિકારી ભારતી અરોડા હવે કૃષ્ણ ભક્તિમાં લીન થવા માગે છે અને એટલા માટે તેમણે સ્વૈચ્છિક રીતે સેવાનિવૃતિ એટલે કે વીઆરએસની માગ કરી છે હાલમાં અંબાલા રેંજના આઈજીપી તરીકે તૈનાત ભારતીનું કહેવુ છે કે, તે પોતાની બાકીની જીંદગી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને સેવામાં સમર્પિત કરવા માગે છે. આપને જણાવી દઈએ કે, 23 વર્ષની સર્વિસમાં અરોડાએ કેટલાય સાહસિકો કામો પાર પાડ્યા છે.

ચીફ સેક્રેટરીને લખ્યો પત્ર

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ આઈપીએસ અધિકારી ભારતી અરોડાએ મુખ્ય સચિવને પત્ર લખીને સ્વૈચ્છિક સેવાનિવૃતિ લેવાની જાહેરાત કરી છે. ડીજીપીના માધ્યમથી મુખ્ય સચિવ વિજય વર્ધનને મોકલેલા પત્રમાં તેમણે લખ્યુ છે કે, હું 50 વર્ષની ઉંમરમાં સ્વેચ્છાએ અખિલ ભારતીય સેવા નિયમ 1958ના નિયમ 16 (2) અંતર્ગત 1 ઓગસ્ટ 2021થી સેવાનિવૃતિ લેવા માટે અરજી કરૂ છું.

1998 બેંચના છે IPS અરોડા

1998 બેંચના IPS અધિકારી ભારતી અરોડાએ કહ્યુ હતું કે, તે હવે પોતાનું બાકીનું જીવન અંતિમ લક્ષ્ય મેળવવામાં લગાવશે. તે ગુરૂ નાનક દેવ, ચૈતન્ય મહાપ્રભૂ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ, સૂફી જેવા પવિત્ર સંતો દ્વારા બતાવામાં આવેલા માર્ગો પર ચાલવા માગે છે. તથા પોતાનું બાકીનું જીવન ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં સમર્પિત કરવાની ઈચ્છા રાખુ છું. મેં હંમેશા મારી સેવાને ગૌરવ અને જનૂનના રૂપમાં લીધુ છે. હવે 23 વર્ષ પુરી કર્યા બાદ વોલેન્ટરી રિટાયરમેંટ ઈચ્છુ છું.

આ કેસોને લઈને ચર્ચામાં રહ્યા હતાં

આઈપીએસ અધિકારી તરીકે પોતાના કાર્યકાળમાં ભારતી અરોડા 2007માં સમજૌતા એક્સપ્રેસ ટ્રેન વિસ્ફોટ મામલે તત્કાલિન પોલીસ અધિક્ષક રેલ્વે તરીકે કામ સંભાળ્યુ હતું. અંબાલા પોલીસ અધિક્ષક તરીકે તેમણે 2009માં તત્કાલિન ભાજપ ધારાસભ્ય અનિલ વિજની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે અનિલ વિજ હાલમાં રાજ્યમાં મંત્રી છે. આ ઉપરાંત 2015માં વરિષ્ઠ સહયોગી નવદીપ સિંહ વિર્ક સાથેના વિવાદને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. તેમણે બળાત્કારના એક કેસની તપાસમાં અડચણ ઊભી કરવા અને ધમકાવાનો આરોપ પણ લગાવ્યો હતો.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!