GSTV

હરિયાણામાં જાટ આંદોલનને પગલે રવિવારે રાત સુધી ઇન્ટરસેવા બંધ

Last Updated on November 26, 2017 by

હરિયાણાના રોહતક શહેરના જસિયા ગામમાં 26મી નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિ(AIJASS)ના વડા યશપાલ મલિકના આગેવાનીમાં રેલી થવાની છે, જ્યારે બીજી તરફ તેના વિરોધમાં જિંદમાં ભાજપ સાંસદ રાજકુમાર સૈની રેલી કરવાના છે જેથી રાજ્યમાં તણાવપૂર્ણ માહોલ ન સર્જાયે તે માટે સરકારે રોહતક સહિત 11 જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી છે.જે 26 નવેમ્બર રાત સુધી બંધ રહેશે.

સાંસદ સૈની ઓબીસીની 35 કમ્યુનિટીને આરક્ષણ અપાવવા માટે રેલી કરી રહ્યા છે.બીજી તરફ યશપાલ મલિક જાટ કમ્યુનિટીના આરક્ષણ અને આંદોલન સમયે ધરપકડ કરાયેલ લોકોની મુક્તિ માટે રેલી કરી રહ્યાં છે.જોકે આ પહેલા સૈનીની રેલીનો વિરોધ કરવામાં આવ્યો હતો.રેલી સ્થળે સરપંચ એસોસિએશન અને જામીન પરના જાટ યુવાનોએ રેલીનો વિરોધ કરવા ધરણાં પર બેઠા હતા જોકે ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી

શુક્રવારે ભારે સુરક્ષા દળોમાં હરિયાણા પોલિસની રેપિડ એક્શન ફોર્સ(RAF)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.જેથી જસિયા અને જિંદમાં કોઈપણ પ્રકારની ઝપાઝપી કે હિંસા ન થાય. સરપંચ એસોસિએશનના પ્રદર્શનકારિયોએ કહ્યું હતું કે,‘આ મુદ્દાનો સમાધાન લાવવા માટે મહાપંચાયતના આમંત્રણને AIJASSએ ફગાવ્યો હતો.’ જ્યારે સરપંચ એસોસિયેસનના પ્રમુખ સુમિત આર્યએ કહ્યું હતું કે,‘ગુરૂવારે મહાપંચાયતે મુદ્દાનું સમાધાન લાવવા શુક્રવારની બેઠકનું આયોજન કર્યું હતું.જોકે AIJASSના સ્વંયસેવકોએ બેઠકમાં હાજર થવાનો ઈંનકાર કર્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા.’ જે જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ થવાની છે તેમાં જિંદ,હંસી,ભિવાની,હિસાર,ફતેહબાદ, કરનાલ,પાંનિપત,કેથલ,સોનીપત,ઝઝજર,રોહતક અને ચરખી દાદરીનો સમાવેશ થાય છે.

સોમવારે રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.ગૃહ વિભાગના એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી એસ.એસ.પ્રસાદે આ આદેશ આપ્યો છે. કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે માટે જિંદમાં પોલિસની 9 કંપનીઓને મોકલવામાં આવી છે.જેમાં મહિલા પોલિસનો પણ સમાવેશ છે.આ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.આ બન્ને રેલીઓને ધ્યાનમાં રાખીને ઝઝજરમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!