GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

Haryana Results: હરિયાણામાં મતગણતરી શરૂ, શરૂઆતના પરિણામમાં BJPને કોંગ્રેસની ટક્કર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે અને 9 વાગ્યા સુધી પરિણામ સામે આવી જશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી રહી છે, તે બાદ ઇવીએમ ખોલવામાં આવશે. કાઉટિંગ સેન્ટર થ્રી-ટાયર સિક્યોરીટી સિસ્ટમથી સજ્જ છે. મતગણતરી કેન્દ્રના ભવનની બહાર હરિયાણા પોલીસ, મતગણતરી કેન્દ્રના પરિસરના મુખ્યદ્વાર પર સ્ટેટ આર્મ ફોર્સ અને મતગણતરી કેન્દ્રના પ્રવેશ દ્વારની બહાર કેન્દ્રીય અર્ધસૈનિક બળના જવાન તૈનાત છે.

આવી ગયું શરૂઆતનું પરિણામ

હરિયાણામાં 90માંથી 18 સીટોના પરિણામ આવી ગયાં છે. આ શરૂઆતના પરિણામમાં બીજેપી 9, કોંગ્રેસ 6, જેજેપી 2 અને અન્ય એક સીટ પર આગળ ચાલી રહ્યાં છે. હરિયાણામાં કોઇપણ નેતા પરિણામ પહેલાં કંઇ બોલવા તૈયાર નથી. પૂર્વ સીએમ હુડ્ડા મીડિયા સામે તો આવ્યાં પરંતુ તેમણે કોઇ નિવેદન આપવાથી ઇનકાર કરી દીધો.

હરિયાણામાં મતગણતરી શરૂ

હરિયાણાની 90 વિધાનસભા સીટો પર મતગણતરી શરૂ થઇ ગઇ છે અને હવે થોડી જ વારમાં પરિણામ આવી જશે. પરિણામથી ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે ફરીથી ખટ્ટર સરકારની વાપસી થશે કે સત્તા મેળવવાની આશા રાખી રહેલી કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ફરીથી વિજય પરચમ લહેરાવશે.

પ્રદેશમાં ભાજપને સત્તામાં વાપસીની આશા છે. વોટિંગ બાદ આવેલા એગ્ઝિટ પોલના પરિણામમાં પણ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

મતગણના કેન્દ્ર જતાં પહેલાં આદમપુરથી કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઇ શંકર ભગવાનના ચરણોમાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.

Read Also

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!