GSTV

સાસુ-સસરાની સારસંભાળ લેનાર મહિલાને મળશે 5100 રૂપિયાનું રોકડ ઇનામ

Last Updated on August 26, 2019 by Bansari

સાસુ-વહુની ખટપટના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે. તેવામાં હરિયાણાના એક ગામમાં અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું  છે જેની પાછળનું લક્ષ્ય આ 3 હજારની વસ્તીવાળા ગામની મહિલાઓને પોતાના સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કરવાનું છે. તેના અંતર્ગત સાસુ-સસરાની સારસંભાળ કરનાર મહિલાઓને દર વર્ષે 15મી ઓગસ્ટે 5100 રૂપિયાના રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવશે.

આ અભિયાનની શરૂઆત આ વર્ષે 15 ઓગસ્ટે કરવામાં આવી છે. આ વર્ષે 50 વર્ષીય પુષ્પા સૈનીને પથારીવશ પોતાની સાસુની વર્ષો સુધી સેવા કરવા માટે રોકડ રકમથી સન્માનિત કરવામાં આવી છે. ગામના સરપંચ કમલેશ રાનીએ જણાવ્યું કે આ અવોર્ડ મહિલાઓને ખાસ કરીને યુવા પેઢીને પોતાના સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

મહિલાઓ પર ખાસ ફૉકસ

જો કે રસપ્રદ વાત એ છે કે હિસ્સા જિલ્લાના સબ ડિવિઝન અંતર્ગત આવતા જગ્ગા બર્રા ગામની પંચાયતે ફક્ત મહિલાઓ અને તેમની જવાબદારી પર ફૉકસ કર્યુ છે અને પુરુષોને તેમના માતા-પિતા અથના સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે આ અભિયાનમાં કંઇ કરવામાં નથી આવ્યુ. હંસી સબ ડિવિઝનમાં આવેલા આ ગામમાં શહેરની નજીક હોવાના કારણે શિક્ષણ સ્તર ઉચુ છે પરંતુ સૈની અને ગુર્જરની વધુ વસ્તી ધરાવતા આ ગામમાં સામાજિક નિયમ-કાયદા હજુ પણ જૂનવાણી છે. હરિયાણાના પૂર્વ સિંચાઇ અથવા ઉર્જા મંત્રી અટર સિંહ સૈની પણ આ ગામના છે. જેના દાદા જગ્ગામલ સૈનીના નામે આ ગામનું નામકરણ થયું છે.

Read Also

Related posts

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave

ખૂબ જ કામનું / 1 નવેમ્બર પહેલા કરી લો આ જરૂરી કામ, નહીંતર ફોનમાં ઉપયોગ નહીં કરી શકો WhatsApp

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!