GSTV

દિલ્હી હીંસા મામલે આ મંત્રીનું વિવાદીત નિવેદન, એવું થશે કે આના કરતાં મૂંગા રહેતા હોય તો સારું

દિલ્હીમાં થઈ રહેલી હિંસા માલે ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી રણજીત ચૌટાલાએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. હરિયાણા વિઘાનસભા બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું છે કે હિંસા તો થતી રહેશે આ પહેલાં પણ થઈ છે. ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે પૂરી દિલ્હી સળગી હતી. આ જિંદગીનો એક હિસ્સો છે. રણજિત સિંહ હરિયાણા સરકારમાં ઉર્જા મંત્રી છે. તેઓ અપક્ષ ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા છે. જેઓએ સૌથી પહેલાં ભાજપનું સમર્થન કર્યું હતું. જેઓ હરિયાણાના પૂર્વ સીએમ ચૌધરી દેવીલાલના પુત્ર અને ઓમપ્રકાશ ચૌટાલાના નાના ભાઈ છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે કે 250થી વધુ ઘાયલોનો દિલ્હીની જીટીબી અને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહિંયા જાફરાબાદ-મૌજપુર અને આસપાસના વિસ્તારોમાં 23, 24 અને 25 ફેબ્રુઆરીએ મોટાપાયે હિંસા થઇ હતી. આ દરમિયાન તોફાનીઓએ પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગ કર્યું છે. જો કે બુધવાર અને ગુરૂવારે શાંતિ જોવા મળી છે. હિંસાની કોઇ ઘટના સામે ન આવી છે. હિંસાના મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 18 એફઆઇઆર નોંધી છે અને 106 લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસની નજર પાડોશી રાજ્યમાંથી દિલ્હીમાં આવીને તોફાન કરનારા ઉપદ્રવીઓ પર છે. આ ઉપરાંત અનેક વોટ્સએપ ગ્રુપ અને વાયરલ વીડિયો પણ પોલીસ ફંફોળી રહી છે. બીજી તરફ દિલ્હીના સ્પેશિયલ પોલીસ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવે કહ્યું કે જેમ જેમ સ્થિતિ સામાન્ય બનશે તેમ તેમ વધુ એફઆઇઆર નોંધવામાં આવશે અને કાયકાકીય કાર્યવાહી કરવામાં આવશે. વહેલી તકે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!