કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચેની લડાઈ હવે રાજકિય સમરાંગણ બની છે. ગઈ કાલે કોલકાતામાં થયેલા ડ્રામાથી દેશની રાજનિતીમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના પર દરેક રાજકિય નેતાઓ નિવેદનબાજી કરી રહ્યા છે. હરિયાણાનાં મંત્રી અનિલ વિજે મમતા સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અનિલ વીજે રાક્ષસી “તાડકા” સાથે મમતા બેનરજીની સરખામણી કરી હતી. સમાચાર માધ્યમો સાથે વાત કરતા વિજે કહ્યું હતું કે જ્યારે અમે નાના હતા. ત્યારે રામ-લીલા જોવા માટે જતા હતા. ત્યારે એમાં એક દ્રશ્ય એવું જોવા મળતું હતું કે,જ્યારે ઋષી-મુનિ યજ્ઞ કરતા તો “તાડકા” એનાં હવનમાં હાડકા નાંખતી. બસ આવી જ રીતે મમત બેનરજી તાડકાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
बचपन में जब राम लीला देखने जाया करते थे उसमे एक सीन आता था कि जब ऋषि मुनि यज्ञ किया करते थे तो ताड़का उसमे व्यवधान डाल दिया करती थी ठीक वही काम ममता जी कर रही है कभी #अमितशाह जी की रथ यात्रा पर प्रतिबंध लगा कर, कभी जहाज उतरने की इजाजत न देकर ।
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) February 3, 2019
વિજે કહ્યું છે કે યોગી આદિત્યનાથની રેલી હોય કે અમિત શાહ યાત્રા કાઢવા માગતા હોય,દરેક કામમાં મમતા વિઘ્નરૂપ સાબિત થયા છે. મમતા હેલીકોપ્ટર ઉતારવાની મંજૂરી આપતા નથી. મમતા બેનરજી તે કામ કરી રહ્યા છે જે કામ તાડકા કરતી હતી. બંગાળ કોઈનાં બાપની જાગીર નથી. તે અમારા બધાનું છે. દેશમાં લોકશાહી છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને બંગાળ જવાનો અધિકાર છે. બંગાળમાં દરેક પાર્ટીને પોતાનાં રાજકિય કાર્યક્રમો કરવાનો અધિકાર છે.
શું છે સમગ્ર મામલો?
શારદા ચિટફંડ કૌભાંડનાં કેસમાં જબરદસ્ત રાજકિય વાવાઝોડુ આવ્યું છે. કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારનું નામ આ કૌભાંડ સાથે જોડાયેલું છે.ગઈ કાલે સીબીઆઈનાં 20 અધિકારીઓની ટીમ કોલકાતા પહોંચી હતી. જેથી પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે સીબીઆઈ ટીમ કોલકાતા પહોંચી હતી. જો કે પોલીસે સીબીઆઈ ટીમને અટકાવી હતી. ત્યારે પોલીસ અને સીબીઆઈ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર પછી તમામ સીબીઆઈ ઓફિસરને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાયા હતાં. આ સમગ્ર મામલો સામે આવતા બંગાળમાં રાજકિય ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ બંગાળની વાઘણ કહેવાતા મમતા બેનરજી વિફર્યા હતા. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી લાઉડન સ્ટ્રીટ સ્થિત પોલીસ કમિશ્નરનાં ઘરે પહોંચ્યા હતા. તે પછી મમતા બેનરજી ધરણાં પર બેસી ગયા હતાં.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…