GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

મહારાષ્ટ્રમાં ભાજપ વનવે આગળ, હરિયાણામાં ખટ્ટરને ટક્કર આપી રહ્યાં છે હુડ્ડા

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ છે. અહીં કુલ 288 બેઠકો મતદાન થયું હતુ.. જીત માટે 145 બેઠકની જરૂરિયાત છે.. 21 ઓક્ટોબરે 61 ટકા મતદાન નોંધાયું હતુ.. આ ચૂંટણી પરિણામ ભાજપ, શિવસેના અને કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં કોંગ્રેસ પર લોકસભા ચૂંટણીમાં મોટી હાર પછી સારુ પ્રદર્શન કરવાનું દબાણ છે, તો ભાજપ અને શિવસેના પર ફરી સત્તામાં કમબેક કરવાનું દબાણ છે. હાલમાં હરિયાણા અને મહારાષ્ટ્રના રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. જેમાં મહારાષ્ટ્ર્માં તો ભાજપ આગળ છે પણ હરિયાણામાં કોંગ્રેસ કડી ટક્કર આપી રહી છે. સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં શરૂઆતના રૂઝાનોમાં મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના એ 63 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ અને એનસીપી 21 સીટો પર આગળ છે ત્યાં હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરની બીજેપી 15 અને હુડ્ડાની કોંગ્રેસ 10 સીટો પર આગળ ચાલી રહી છે. આમ હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરને હુડ્ડા ટક્કર આપી રહ્યાં છે. આ શરૂઆતી રૂઝાનો છે. જેમાં ફેરફાર થઈ શકે છે.

ભાજપ એકલા હાથે લડી રહી છે ચૂંટણી

હરિયાણામાં સત્તાનું પરિવર્તન થશે કે પછી સત્તાની વાપસી થશે. તેની અમુક કલાકોમાં જાણ થઇ જશે. 21 ઓકટોબરે રાજ્યની 90 બેઠકો પર 65 ટકા જેટલુ મતદાન થયું હતુ. જેમાં 17 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. મતગણતરીમાં કુલ 1 હજાર 169 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ જશે. કોંગ્રેસ અને ભાજપ રાજ્યની તમામ 90 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કે અન્ય પાર્ટીમાં બસપા 87, આઈએનએલડી 81 બેઠક જ્યારે CPM ચાર બેઠક પર ચૂંટણી લડી છે.  ભાજપના મનોહરલાલ ખટ્ટર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા છે. ભાજપનું અહીં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન હતું, પરંતુ ચૂંટણી પહેલાં જ આ ગઠબંધન તૂટી ગયું હતુ.  આ વખતે ભાજપ એકલા હાથે હરિયાણાની ચૂંટણી લડ્યું છે.  2014માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47, કૉંગ્રેસને 15, ઇન્ડિયન નેશનલ લોકદળને 19 બેઠકો મળી હતી.

Related posts

ચૂંટણી પંચની કોંગ્રેસને નોટિસ, આ તારીખ સુધીમાં નવા અધ્યક્ષની વરણી કરો

Pravin Makwana

બેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pravin Makwana

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!