GSTV

અકસ્માત / હરિયાણાના KMP એક્સપ્રેસ-વે પર સર્જાઇ મોટી દુર્ઘટના, 3 મહિલાઓ સહિત 8નાં કમકમાટીભર્યા મોત

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના થઇ છે. જેમાં આ ભીષણ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળક ઘાયલ થયું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. જો કે, પોલીસને આ ઘટના અંગેની સૂચના આપી દેવાઇ છે.

મળતી જાણકારી અનુસાર, બહાદુરગઢના બાદલી અને ફરુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસવે હાઇવે પર આ દુર્ઘટના ઘટી છે. અર્ટિંગા ગાડીમાં સવાર લોકો ગુડગાવ તરફ જઇ રહ્યાં હતાં. એ દરમ્યાન એક તેજ ઝડપથી આવતી ટ્રકે ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. તેનાથી આઠ લોકોનાં મોત નિપજ્યાં છે.

દુર્ઘટના બાદ આરોપી ટ્રક ચાલક મોકા પર જ ફરાર થઇ ગયો હતો. પોલીસ આ મામલા અંગેની તપાસમાં જોડાઇ ગઇ છે. હાલમાં મૃતકોની ઓળખ નથી થઇ શકી અને પોલીસે પણ મૃતદેહોની ઓળખ તેમજ પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢની સામાન્ય હોસ્પિટલ ખાતે મોકલી દીધા છે.

Accident

એક જ પરિવારના હતા તમામ લોકો

મળતી જાણકારી અનુસાર, કેએમપી પર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો યુપીના ફિરોઝબાદના રહેવાસી હતાં. ફિરોજાબાદના નગલા અનુપ ગામના લોકો ગોગા મેડીથી પરત પોતાના ઘરે જઇ રહ્યાં હતાં. એવું કહેવાય છે કે, તમામ મૃતકો એક જ પરિવારના છે. ભાડાની અર્ટિગા ગાડીમાં કુલ 11 લોકો સવાર હતાં. આ ઘટના દરમ્યાન ગાડી રોકાયેલી હતી અને કેટલાંક લોકો ટોયલેટ માટે ઉતર્યા હતાં. જો કે ગાડીનો ડ્રાઇવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચી ગયો છે અને અન્ય 8 લોકોનાં મોત નિપજ્યાં છે.

READ ALSO :

Related posts

UP ELECTION/ ઓવૈસીએ આ બે પાર્ટી સાથે કર્યું ગઠબંધન, સત્તામાં આવશે તો 2 મુખ્યમંત્રી બનાવશે, 3 નાયબ મુખ્યમંત્રી પણ હશે

Pravin Makwana

મોટા સમાચાર / કાશ્મીર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સુરક્ષા દળનું ઓપરેશન હજુ પણ યથાવત

GSTV Web Desk

નવું સંશોધન/ આપણી આંખો જોઈને હવે બતાવી શકાશે કે આપણું ક્યારે થવાનું છે મોત, ક્યારે માંદા પડવાના છો એ પણ જાણી શકાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!