હરિયાણાના કરનાલમાં હરિસિંહ પુરા ગામમાં એક ખાનગી શાળાના ક્લાસ રૂમમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટના શાળા પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, હરસિંહપુરા ગામની સંસ્કાર ભારતી ખાનગી શાળામાં ગુરુવારે સવારે ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા દરમિયાન જ બારમા ધોરણના વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે એક વિદ્યાર્થીએ બીજાને તિક્ષ્ણ હથિયારનાં ઘા મારીને હત્યા કરી નાખી. આ ઘટના સમયે ક્લામરૂમમાં બધા વિદ્યાર્થીઓ હાજર હતા. હત્યા કર્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આરોપી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર હથિયારો હુમલો કરતા શાળાનાં અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે કરનાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બંને વિદ્યાર્થી વચ્ચે અગાઉ પણ ઝઘડા થતા હતા. શાળામાં હત્યા બાદ ગામમાં તણાવ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી હતી. સાથે જ સાવચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શાળામાં વિદ્યાર્થીની હત્યાની માહિતી મળતા જ ડીએસપી મનોજ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટના શાળા સંકુલમાં લગાવેલા આવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના મોત બાદ ગામમાં બંને પક્ષો વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. જેના કારણે ગામમાં પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. ડીએસપી મનોજ કુમારે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અને કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
READ ALSO
- ટ્રિક / Gmail યુઝર્સની બલ્લે બલ્લે! હવે ઇન્ટરનેટ વિના મોકલી શકશો Email; બસ ફોલો કરો આ 5 સ્ટેપ્સ
- Gym Diet/ જીમ કર્યા પછી શું પાણી પીવું જોઈએ? સ્વાસ્થ્ય સાથે ન કરો ચેડાં, જાણો સત્ય
- ઉદ્ધવ સરકારની ચિંતા વધી! મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણનો આજે સાતમો દિવસ, વધુ એક પ્રધાન બળવાખોર ખેમામાં પહોંચતા કુલ MLAની સંખ્યા 47 પહોંચી
- કોફી પીને ક્યારેય ના કરતા શોપિંગ, કારણ જાણીને થઈ જશો હેરાન!
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’