GSTV
Gujarat Government Advertisement

હિસાર પહોંચેલા સીએમ મનોહરલાલ ખટ્ટરના વિરોધમાં ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે પાણીપત અને હિસાર વિસ્તારમાં 50 બેદી ક્ષમતા વાળા બેડની કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. હિસાર પહોંચેલ સીએમ માનનોહર લાલ ખટ્ટર સામે ખેડૂતોએ પ્રદર્શન  શરૂ કરી દીધું હતું. પોલીસે ખેડૂતોને રોકકવા માટે બેરિકેડ્સ લગાવી દીધા હતા છતાં ખેડૂતો અટક્યા ન હતા. પ્રદર્શનકર્તા ખેડૂતો સીએમ તરફ આગળ વધવા લાગ્યા હતા, ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

સીએમ ખટ્ટર હિસારમાં કોવિડ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. અહીં તેમના પહોંચતા પહેલા જ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો હાજર હતા. ખેડૂત વિરોધની સૂચના મળતા પોલીસ તંત્રએ અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દીધી હતી. ઉદ્ઘાટન સ્થળની આસપાસ બેરિકેડ્સ લગાવી દીધા હતા. પરંતુ ખેડૂતોએ બેરિકેડ્સ પણ તોડી નાખ્યા હતા.

હિસાર

અનેક ખેડૂતો ઘાયલ થયાની સૂચના

જાણવા મળી રહ્યું છે કે ખેડૂતોએ સીએમ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો અને મોટી સંખ્યામાં હોસ્પિટલ તરફ કૂચ કરી હતી. ખેડૂતોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પોલીસના લાઠીચાર્જમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા.

પાણીપતની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા હિસાર

સીએમએ ગુરુગામમાં 2 વધુ હોસ્પિટલ 100 બેડના ફિલ્ડ હોસ્પિટલ અને 300 બેડની કોવિડ હોસ્પિટલ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પાણીપતમાં રિફાઇનરી પાસે અસ્થાયી કોરોના હોસ્પિટલનું નામ ગુરુ ટેગ બહાદુર સંજીવની કોવિડ હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. આ હોસ્પિટલ માટે 25 ડોક્ટર્સ અને 150 પેરામેડિકલ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!