પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વરિષ્ઠ નાગરિક અધિનિયમ અંતર્ગત બેદખલના આદેશને મૂળ સ્વરૂપમાં રાખ્યો છે. જે અંતર્ગત દિકરો એવુ કહીને પિતાના મકાનમાં રહેવાની જીદ કરી શકતો નથી કે, ઘરના રિનોવેશનમાં તેણે ખર્ચો કર્યો છે. આ મામલો એક પિતાએ પોતાના દિકરા અને વહુની દખલગીરી કરવા સાથે જોડાયેલો છે. આ મામલામાં કોર્ટે સ્પષ્ટ કહી દીધુ કે, દિકરો એવુ કહીને મકાનમાં રહેવાનો દાવો ઠોકી શકે નહીં, કે તેણે ઘરનું રિનોવેશન કરાવ્યુ હતું અને આ તેનો અધિકાર છે.