GSTV
India News Trending

હરિયાણાઃ ‘6 મહિના સુધી ખુલ્લામાં પડી રહ્યા 22 કરોડ રૂપિયાના ઘઉં, FCIએ ન ભર્યા કોઈ પગલા’- તપાસ કમિટી

હરિયાણામાં 11 હજાર ટન ઘઉં સડી જવાના મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે. 22 કરોડના ઘઉંના સડવા પર તપાસ સમિતિ બેઠી હતી. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વરસાદ, ભેજ અને સૂર્યપ્રકાશની સાથે ઘઉંના સડવા માટે FCI જવાબદાર છે.

તપાસ સમિતિએ હરિયાણા ખાદ્ય પુરવઠા વિભાગના અધિકારીઓને ક્લીનચીટ આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘઉં માત્ર 6 મહિના માટે ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા પરંતુ FCIએ ત્રણ વર્ષ સુધી ઘઉં ઉપાડ્યા ન હતા. જેના કારણે ઘઉં સડી ગયા હતા. હરિયાણા સરકારે તપાસ સમિતિની રચના કરી હતી.

હરિયાણા ખાદ્ય પુરવઠા વિભાગે કૈથલના 5 અધિકારીઓને બગડેલા ઘઉંની ભરપાઈ કરવા કહ્યું હતું. કૈથલ ફૂડ સપ્લાય ઓફિસર પ્રમોદ શર્માએ કહ્યું હતું કે, આ મામલામાં જે પણ નુકસાન થશે તે ત્યાં તૈનાત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે. નુકસાનની રકમ 5 લોકો પાસેથી વસૂલવામાં આવશે. અમે આ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કૈથલના બીજેપી ધારાસભ્ય લીલા રામ ગુર્જરે પણ કહ્યું હતું કે, કૈથલમાં મોટું કૌભાંડ થયું છે. અહીં એક સમાચાર એવા પણ હતા કે લોકો ઘઉંમાં પાણી રેડતા હતા, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે પાણી કેમ નાખો છો તો વરિષ્ઠ અધિકારીઓએ તેઓને બચાવી લીધા હતા.

READ ALSO

Related posts

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

Hardik Hingu
GSTV