બધાને પોતાની ભાષાથી પ્રેમ હોય છે. ભાષાનું જીવનમાં એક આગવું મહત્વ રહેલું હોય છે. ભાષા માં સમાન હોય છે માટે જ તેને માતૃભાષા કહેવામાં આવે છે. ભાષાના કેટલાક પેટા પ્રકાર પણ હોય છે.જો કે આજે અમે તમને એક અનોખી વાત જણાવવા જઇ રહ્યા છીએ. તમે અંગ્રેજી હિન્દી અને ગુજરાતીમાં લગ્નનું કાર્ડ છપાતા જોયું હશે પણ ક્યારેય હરિયાણવી ભાષામાં છપાયેલ કંકોત્રી જોઈ છે?

હરિયાણાના ફતેહાબાદમાં રહેવાવાળો રાજન ખન્ના નામના વ્યક્તિએ પોતાના લગ્નની કંકોત્રી હરિયાણવી ભાષામાં છપાઈ હતી. રાજનના લગ્ન 18 નવેમ્બરે હતા. તેનું કહેવું છે કે તેને તેની ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ છે. આ જ કારણ છે કે તેને કંકોત્રી હરિયાણવીમાં છપાઈ હતી. રાજને જણાવ્યું કે તેને આમ એટલે કર્યું કારણકે હરિયાણાના લોકો હરિયાણવી ભાષા ના ભૂલે.

રાજને જણાવ્યું કે જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી તેને કંકોત્રી છપાવડાવી છે તે પ્રિન્ટિંગ પ્રેસે કોઈ કંકોત્રીને પહેલીવાર હરિયાણવી ભાષામાં છાપી છે. રાજનના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો ઈચ્છતો હતો કે તેના લગ્નની કંકોત્રી હરિયાણવીમાં છપાય. આજ કારણ છે કે લગ્નના કાર્ડને હરિયાણવીમાં છાપવામાં આવ્યું.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી