GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

હરિયાણામાં કોંગ્રેસના પ્રવક્તાની ધોળા દિવસે 10 ગોળીઓ ધરબીને કરાઈ હત્યા

હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ધોળાદિવસે હત્યા કરાઈ છે. સેક્ટર-9માં હુમલાખોરે વિકાસ ચૌધરીને 8થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે. ધોળાદિવસે થયેલી આ હત્યાબાદ ફરીદાબાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે.  

પોલીસ સૂત્રો મુજબ, વિકાસ ચૌધરી ઉપર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગ તે સમયે કરવામાં આવ્યુ હતુ, જ્યારે તેઓ ગાડીથી જીમ જઈ રહ્યા હતા. પોલીસનું કહેવું છેકે, ઘટના સવારે 9 વાગીને 2 મિનીટ પર થઈ હતી. જ્યારે વિકાસ સેક્ટર-9ની હુડા માર્કેટમાં પીએચસીમાં જીમ કરવા પહોંચ્યા હતા. જેવા વિકાસ તેની ગાડીમાંથી ઉતર્યા, એવી જ ગોળી વરસાલાનું હુમલાખોરોએ શરૂ કરી દીધુ હતુ.

વિકાસ ઉપર લગભગ 8થી 10 ગોળીઓ મારવામાં આવી હતી. CCTV ફૂટેજમાં બે હુમલાખોરો વિકાસ ઉપર ગોળીઓ ચલાવતા દેખાઈ રહ્યા છે. વિકાસની ગરદન અને છાતીમાં ગોળીઓ મારવામાં આવી હતી. તેની સાથે જ ચાર ગોળીઓ તેની કારનાં કાચ ઉપર પણ વાગી છે. બંને હુમલાખોરો સફેદ રંગની એસએક્સ-4 કારમાં આવ્યા હતા. પોલીસે કાર અને હુમલાખોરોની તપાસમાં ટીમ લગાવી છે.

કોણ છે વિકાસ ચૌધરી

વિકાસ ચૌધરી હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હતા. વિકાસ થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાં શામેલ થયા હતા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. અશોક તંવરના ગ્રુપના હતા. વિકાસ ઈનેલો છોડીને કોંગ્રેસમાં જોડાયા હતાં. તેમને ઈનેલોમાં ટિકિટ ન મળવાને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા.

READ ALSO

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!