GSTV
Haryana Assembly Election 2019 India News

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 થોડીવારમાં ઘોષિત કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી વોટોની ગણતરી શરૂ થઇ ગઇ છે. હરિયાણાના એગ્ઝિટ પોલ અનુમાન લગાવે છે કે બીજેપીની સત્તામાં સરળતાથી વાપસી થશે. જો આમ થાય તો પાર્ટી નવો ઇતિહાસ રચશે.

હરિયાણામાં બીજેપી અને કોંગ્રેસ ઉપરાંત ક્ષેત્રીય પાર્ટીઓ પણ મહત્વની છે. ઓમ પ્રકાશ ચૌટાલાની ઇન્ડિયન નેશનલ લોકદલ (ઇલેનો) તૂટી છે. દુષ્યંત ચૌટાલાની આગેવાનીમાં જનતા જનનાયક પાર્ટી (JJP)ની રચના થઇ છે. JJPને કોંગ્રેસના બળવાખોર નેતા અશોક તંવરનો સાથ મળ્યો છે.

  • બીજેપીના કેપ્ટન અભિમન્યુ નારનોંદ વિધાનસભા સીટ પર આગળ ચાલી રહ્યાં છે.
  • બીજેપીના રામવિલાસ શર્મા મહેન્દ્રગઢ વિધાનસભા હરિયાણા સીટથી આગળ ચાલી રહ્યાં છે.
  • હરિયાણા પોસ્ટલ બેલેટ પરિણામોમાં બીજેપી 64 સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપી-46, કોંગ્રેસ-11, જેજેપી-01 અને અન્ય-01.
  • ચરખી દાદરીથી બબીતા ફોગટ, કોંગ્રેસના નૃપેન્દ્ર સિંહ સાંગવાનથી આગળ ચાલી રહ્યાં છે.
  • પોસ્ટલ બેલેટમાં અંબાલા કેંટથી અનિલ વિજ આગળ.
  • હરિયાણામાં બીજેપી 24,કોંગ્રેસ 7, INLD 1, JJP 2 અને અન્ય 3 સીટો પર આગળ છે.
  • ગુરુગ્રામની તમામ 4 સીટો પર બીજેપી આગળ ચાલી રહી છે.
  • CM મનોહર લાલ ખટ્ટર કરનાલ સીટ પર કોંગ્રેસના તરનલોચન સિંહથી આગળ ચાલી રહ્યાં છે.
  • સત્તાની ચાવી જેજેપીના હાથમાં હશે. બીજેપી અને કોંગ્રેસ 40 સીટો પણ નહી જીતી શકે તેવો દુષ્યંત ચૌટાલાનો દાવો છે.
  • ભૂપેન્દરસિંહ હુડા રોહતક જિલ્લાની ગઢી સંપલા કિલોઇ વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.
  • હરિયાણામાં ભાજપ 6 સીટો પર આગળ છે અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે.
  • હરિયાણામાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.
Chandni Chowk evm

મહત્વનું છે રાજ્યની તમામ 90 વિધાનસભા સીટો પર 21 ઓક્ટોબરે મતદાન થયું હતુ.  પછીથી પાંચ સીટોના પાંચ બૂથો પર ફરીથી મતદાન થયું. હરિયાણાના 19,578 પોલીંગ બૂથ પર 27,611 વીવીપેટ મશીનો લગાવવામાં આવી હતી.

Read Also

Related posts

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયા / સુપરસ્ટાર ઓફ એસટીઈએમમાં ભારતીય મૂળની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી

Akib Chhipa
GSTV