GSTV

હરિયાણાના રોહતકમાં સતત બીજા દિવસે પણ ભૂકંપ આવ્યો, જમીનની અંદર 9 કિમી હતું કેન્દ્ર

Last Updated on June 26, 2020 by Pravin Makwana

હરિયાણાના રોહતકમાં બે દિવસમાં બીજી વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રોહતકની આજૂબાજૂના વિસ્તારોમાં આજે એટલે કે શુક્રવારના રોજ બપોરે 3 કલાકેને 32 મીનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.8 રહી છે. આ ભૂકંપનું કેન્દ્ર રોહતકની જમીનમાં 9 કિમી અંદર રહ્યું છે. ભૂકંપની તિવ્રતા વધારે નહોતી એટલા માટે આંચકા વધુ અનુભવાયા નહોતા.

સતત બીજી દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા

તો વળી આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાના કારણે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા નહોતા. આ ભૂકંપથી જાનમાલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયુ નથી. આ અગાઉ બુધવારના રોજ પણ બપોરે રોહતકમાં 12 કલાકેને 58 મીનિટે આંચકા આવ્યા હતા. જેની તિવ્રતા 2.8 હતી. આ ભૂકંપનું કેન્દ્ર પણ રોહતક જમીનમાં 5 કિમી અંદર હતું.

કોરોનાના કહેર વચ્ચે ભૂકંપના ઝાટકા

એક તરફ જ્યાં સમગ્ર દુનિયા કોરોના વાયરસની બિમારીથી જજૂમી રહ્યું છે, ત્યાં વળી પ્રકૃતિ પણ લોકોથી નારાજ હોય તેવું જણાઈ રહ્યું છે. દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. તો આ બાજૂ ભારતના પણ અલગ અલગ રાજ્યોમાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

READ ALSO

Related posts

બિહાર: આરજેડીનું ભવિષ્ય લાલુના હાથમાં, સપા સંરક્ષણ મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!