હરિયાણાની જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકાજનક છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને પ્રથમ વખત એન્ટ્રી મળી છે. જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં અંબાલા, સિરસા અને યમુનાનગર જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. સત્તાારી પક્ષ ભાજપે અંબાલા, યમુનાનગર, ગુરુગ્રામ સહિત સાત જિલ્લાઓમાં જિલ્લા પરિષદની ૧૦૨ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતાં. જેમાંથી ફક્ત ૨૨ બેઠકો પર જ ભાજપનો વિજય થયો છે.

આમ આદમી પાર્ટીએ ૧૫ જિલ્લા પરિષદ બેઠકો પર વિજય મેળવ્યો
બીજી તરફ આમ આદમી પાર્ટીએ ૧૫ જિલ્લા પરિષદ બેઠકો પર વિજય મેળવ્યો છે. સિરસા, અંબાલા, યમુનાનગર અને જીંદ જેવા વિસ્તારોમાં આ બેઠકો પ્રાપ્ત થઇ છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ બેઠક અંબાલા કેન્ટની છે. જ્યાંથી ભાજપનો વિજય થતો રહ્યો છે અને તે કેન્દ્રીય પ્રધાન અનીલ વીજનો ગૃહ વિસ્તાર છે. અહીં આમ આદમી પાર્ટીનો વિજય મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળે ૭૨ બેઠકો પર ચૂંટણી લડી હતી
ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળે ૭૨ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૧૪ પર વિજય મેળવ્યો છે. ઇનેલોના નેતા અને એલનાબાદના ધારાસભ્ય અભય ચૌટાલાના પુત્ર કરણ ચોટાલાનો સિરસાના વોર્ડ નંબર ૬ની જિલ્લા પરિષદ બેઠક પરથી વિજય થયો છે.
હરિયાણામાં કુલ ૨૨ જિલ્લા પરિષદમાં કુલ ૪૧૧ સભ્ય
આ ચૂંટણીમાં જે મોટા નેતાઓની હાર થઇ છે તેમાં કુરુક્ષેત્રના સાંસદ નાયબ સિંહ સૈનીના પત્નીનું નામ પણ સામેલ છે. તે અંબાલાના વોર્ડ નંબર ચારમાં અપક્ષ સામે હારી ગયા છે. તેમને કેટલી મોટી હાર મળી છે તેનોે અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ચોથા નંબરે રહ્યાં છે. હરિયાણામાં કુલ ૨૨ જિલ્લા પરિષદ છે અને તેમા કુલ ૪૧૧ સભ્ય છે. આ સભ્ય જ ૨૨ જિલ્લાઓમાં પરિષદોના પ્રમુખોની ચૂંટણી કરે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે
- અમદાવાદ / હોલ-પાર્ટીપ્લોટના બુકીંગથી AMCને એક વર્ષમાં થઇ 30 કરોડની આવક 
- બિલ ગેટ્સએ વણી રોટલી; ઘીમાં ઝબોળીને માન્યો તેનો આનંદ, જોવા જોવા છે એકસપ્રેશન