GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

હરિયાણાના છોકરાઓ હવે લગ્ન માટે કાશ્મીરી છોકરીઓ લાવી શકશે : ખટ્ટરનો વિવાદ

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર જમ્મુ-કાશ્મીરની છોકરીઓ અંગે નિવેદન કરીને વિવાદોમાં ફસાઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ દરજ્જો ધરાવતી બંધારણીય કલમ 370 દૂર થવાની બાબતને ટાંકતા મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે હરિયાણાના છોકરાઓ હવે કાશ્મીરમાંથી ‘બહુ’ લાવી શકશે. શુક્રવારે ફતેહાબાદમાં એક કાર્યક્રમમાં ખટ્ટરે જણાવ્યું હતું કે, એક સમયે હરિયાણાનું નામ બદલનામ હતું. તેને છોકરીઓને મારનારો પ્રદેશ કહેવાતો. છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સરેરાશ ઓછી હશે તો સમસ્યા થશે. અમારા મંત્રી ઓપી ધનકરજી કહેતા તેઓ બિહારથી ‘વહુ’ લાવશે. હવે કેટલાક લોકો કહે છે કાશ્મીરનો રસ્તો ખૂલી ગયો છે. તેઓ ત્યાંથી ‘વહુ’ લાવશે.

મજાકની વાત અલગ છે. પરંતુ હકીકત એ છે કે સેક્સ રેશિયો બરાબર હોવો જોઈએ. તો જ સમાજમાં યોગ્ય સંતુલન જળવાશે. મનોહરલાલ ખટ્ટરના આ નિવેદનથી ભારે હોબાળો સર્જાયો છે. કોંગ્રેસે શનિવારે મનોહરલાલ ખટ્ટરને તાત્કાલિક હરિયાણાના મુખ્યમંત્રીપદેથી દૂર કરવાની અને ‘કાશ્મીરમાંથી વહુ લાવવા’ની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ તેમની સામે એફઆઈઆર નોંધાવવાની માગણી કરી હતી. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મનોહરલાલ ખટ્ટરની ટીકા કરી હતી. દિલ્હી મહિલા આયોગે પણ ખટ્ટરને નોટીસ પાઠવી હતી. મમતા બેનરજીએ પણ કહ્યું કે ખટ્ટરે આવું નિવેદન ન આપવું જોઈએ. બીજીબાજુ રેસરલર બબિતા ફોગટ ખટ્ટરના બચાવમાં આગળ આવી હતી અને તેણે ટ્વીટર પર કહ્યું કે હરિયાણાના મુખ્યમંત્રીએ એવું કોઈ નિવેદન નથી કર્યું જેનાથી આપણી બહેન-પુત્રીઓનું અપમાન થાય.

તેણે મીડિયાને ખટ્ટરના નિવેદનને ખોટી રીતે ન ટાંકવા વિનંતી પણ કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કાશ્મીરી મહિલાઓ અંગે ખટ્ટરનું નિવેદન દર્શાવે છે કે આરએસએસની વર્ષોની તાલિમથી વ્યક્તિ અસલામત, નિરાશા અને નબળી માનસિક્તાનો થઈ જાય છે. મહિલાઓ પુરૂષોના અધિકારવાળી સંપત્તિ નથી.

કાશ્મીરી મહિલાઓ પર ખટ્ટરની ટીપ્પણી ધૃણાસ્પદ છે.  બીજીબાજુ હરિયાણાના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર વળતો હુમલો કરતા કહ્યું કે ‘અસલામત, નિરાશા અને નબળી માનસિક્તા’ એવા વિશેષણો છે જેનો લોકો કોંગ્રેસ પ્રમુખ માટે ઉપયોગ કેર છે. ખટ્ટરે તેમના નિવેદનને ખોટી રીતે ટાંકવામાં આવ્યું હોવાનો રાહુલ પર દાવો કર્યો હતો.

ખટ્ટરે ટ્વીટ પર લખ્યું, શ્રીમાન રાહુલ ગાંધીજી તમારા સ્તરની વ્યક્તિએ ખોટા સમાચારો પર નિવેદન ન આપવું જોઈએ. મેં ખરેખર શું કહ્યું હતું અને કયા પરીપ્રેક્ષ્યમાં તે અંગેનો આખો વીડિયો હું આપને મોકલી આપું છું, જેથી આપને સ્પષ્ટતા થઈ જાય. આ સાથે તેમણે વીડિયો પણ જોડયો હતો. દરમિયાન આ અંગે વિવાદ વધારે વકરી જતાં મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે કાશ્મીરી છોકરીઓ મારા માટે પુત્રી સમાન છે. મારો આશય કોઈ ખોટી રીતે ટીપ્પણી કરવાનો ન હતો. હું દેશની દરેક યુવતીને મારી પુત્રી માનું છું.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!