GSTV
Home » News » હરિયાણામાં અમિત શાહનાં કોંગ્રેસ પર પ્રહાર, રફાલની પૂજા કરી એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ

હરિયાણામાં અમિત શાહનાં કોંગ્રેસ પર પ્રહાર, રફાલની પૂજા કરી એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હરિયાણાના કૈથલમાં રેલની સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્રાંસમાં રફાલની પૂજા કરી એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે. કોંગ્રેસ દેશની પરંપરાથી ખુશ નથી.

દેશમાં વિજયા દશમી દરમ્યાન શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. પરંતુ કોંગ્રેસને દેશની પરંપરા પસંદ નથી. ભાજપના વિરોધીઓ હરિયાણાના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પરંતુ તેમને ખબર નથી કે, તેમને ચૂંટણી લડવાની શરૂઆત કઈ દિશાથી કરવી.

 અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી હટાવવામાં આવા આર્ટિકલ ૩૭૦નો ઉલ્લેખ  કરતા જણાવ્યુ કે, કોંગ્રેસે હમેશા આર્ટિકલ ૩૭૦ હટાવવાનો વિરોધ કર્યો.  અમિત શાહે દાવો કર્યો કે, હરિયાણામાં ભાજપની સરકાર ફરીવાર બનવા જઈ રહી છે. અને કોંગ્રેસની સૌથી મોટી હાર થશે. અમિત શાહે જે મત વિસ્તારમાં જનસભા સંબોધી તે વિસ્તારમાંથી કોંગ્રેસે રણદીપ સુરજેવાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

READ ALSO

Related posts

પોર્ન જોવાનો ચસ્કો ભારે પડી જશે, ફોનમાં એક ક્લિક કરશો અને…..

Bansari

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટના નવા જજ

Mayur

દેશનો સમય બરબાદ કરવા બદલ સુન્ની વક્ફ બોર્ડને પાંચ કરોડનો દંડ ફટકારવો જોઈએ : રાશિદ અલ્વી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!