હરિયાણા વિધાનસભાનું મતદાન પૂર્ણ થયું છે. લોકતંત્રનાં આ પર્વમાં હરિયાણામાં સરેરાશ 61.62 ટકા મતદાન થયું છે.મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ કુલ 1 હજાર 169 ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થયા છે. જ્યારે સવારથી જ મતદાનની રફતાર ખૂબજ ધીમી રહી હતી. જે ગઈ ચૂંટણીમાં નજરે પડી હતી. મતદાન પૂર્ણ થી ગયું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી માટે થયું આ મતદાન સૌથી ઓછું રહ્યું છે.

જેકે હરિયાણામાં ચૂંટણી દરમ્યાન મતદારોનું ઘરની બહાર ન નિકળવું રણ એક ચિંતાનો વિષય છે. જેમાં એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતોનું તેનું કારણ સરકારનું નિરાશાજનક કાર્ય છે.ઉમેદવારોના ભાવિનો ફેંસલો હવે 24 ઓક્ટોબરના રોજ થશે. . ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં કુલ 1.30 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો. કોંગ્રેસ અને ભાજપ રાજ્યની તમામ 90 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કે અન્ય પાર્ટીમાં બસપા 87 આઈએનએલડી 81 બેઠક જ્યારે ભાકપા ચાર બેઠક પર ચૂંટણી લડી રહી છે.
સતત વધ્યો મતદાનનો આંકડો

વર્ષ 2000 થી અત્યાર સુધીમાં થયેલા મતદાનની વાત કરીએતો દરેક ચૂંટણી વખતે મતદાનની ટકાવારીમાં સતત વધારો થતો રહ્યો છે. વર્ષ 2000ની વિધાનસભાની ચૂંટણીમાં 69 ટકા, 2005માં મત પ્રતિશતનાં 2.5 ટકાનાં વધારા સાથે 71.9% મતદાન 2009માં 0.4 ટકાના વધારા સાથે 72.3% મતદાન થયું હતું.
2014 માં કેટલું મતદાન થયું

2014ની ચૂંટણીમાં પણ 2009નાં 72.3 ટકાના વધારા સાથે કુલ 76. 6 ટકા મતદાન થયું હતું. ભાજપે 33.3 ટકા મત સાથે 47 બેઠકો જીતી હતી. તત્કાલીન શાસક કોંગ્રેસ 20.7 ટકા વોટ શેર સાથે માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ભારતીય રાષ્ટ્રીય લોક દળ ભાજપ પછી બીજા નંબરનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. 24.2 ટકા મતો સાથે 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી. અપક્ષોએ 10.6 ટકા મત સાથે પાંચ બેઠકો જીતી હતી અને નોટામાં પણ 0.4 ટકા મત પડ્યા હતા.
READ ALSO
- પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર
- મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો ફાયદો, દર મહિને ઘરે બેઠા આવશે પૈસા ! આ છે અરજી કરવાની રીત
- શું તમે ઘરે બેઠા થશે લાખોની કમાણી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે જ છે, જલ્દીથી વાંચી લો
- ક્યાંક તમારું પણ બની ના જાય બીજુ PAN, જો એવું થશે તો ભરવી પડશે પેનલ્ટી
- 10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ