GSTV

ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓ થશે પ્રભાવિત, યુનિવર્સિટીઓએ આદેશ વિરૂદ્ધ સરકારને કોર્ટમાં ઢસડી ગઈ

હાર્વર્ડ અને MIT યુનિવર્સિટીએ બુધવારે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ટ્રમ્પ પ્રશાસને તે વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડીને જવાના આદેશ આપ્યા છે કે જેમના ક્લાસિસ ઓનલાઈન થઈ ગયા છે. યુનિવર્સિટીઓએ આ આદેશની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ટ્રમ્પ પ્રશાસને લીધો મોટો નિર્ણય

હાર્વર્ડના પ્રેસિડેન્ટ લોરેન્સ એસ બેન્કે યુનિવર્સિટી કમ્યુનિટીને આપેલા એક સંદેશમાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને આ આદેશ કોઈ પણ સૂચના આપ્યા વગર જ જાહેર કર્યો છે.એવું લાગે છે કે જાણે કોલેજો અને યુનિવર્સિટીઓ પર ક્લાસરૂમ ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રશાસને સ્ટૂડેન્ટ, ઈન્ટ્રક્ટર અને અન્ય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈ કોઈ ચિંતા નથી. અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓને લઈને ટ્રમ્પ સરકારે સોમવારે એક મોટો નિર્ણય લીધો હતો.

2 લાખ ભારતીય વિદ્યાર્થીને થશે અસર

અમેરિકા સરકારે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓના તમામ ક્લાસિસ ઓનલાઈન શિફ્ટ કરવામાં આવ્યા છે તેમણે પોતાના દેશમાં પરત ફરવાનું રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીને અસર થશે. આ પૈકી 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થી ચીનથી આવે છે. ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓની વધારે સંખ્યા છે. સામાન્ય રીતે સ્નાતક કે અનુસ્તાતક વિદ્યાર્થીઓ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા જારી કરવામાં આવતા હોય છે. યુનિવર્સિટીએ બોસ્ટનમાં US ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં 6 જુલાઈના રોજ જે આદેશ આપવામાં આવ્યો છે તેને અટકાવવા માંગ કરી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આદેશ ગેરબંધારણીય છે.

વિદ્યાર્થીઓને ધમકાવીને બે વિકલ્પ અપાયા

યુનિવર્સિટીઓએ કહ્યું છે કે અમે માર્ચથી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની પોલિસી પર વિશ્વાસ કરી છીએ, જેમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને નવા વિદ્યાર્થીઓને લઈ નિયંત્રણ લગાવવામાં આવ્યુ ન હતું. આ સંદર્ભમાં સેનેટર બર્ની સેન્ડર્સે કહ્યું કે આ ટ્રમ્પ પ્રશાસની ક્રુરતા છે. વિદ્યાર્થીઓને ધમકાવીને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જીવને જોખમમાં નાંખીને ક્લાસમાં આવો અથવા દેશ છોડી દો. વિદેશી વિદ્યાર્થીઓ વધારે ફી આપી રહ્યા છે. વર્ષ 2019માં અમેરિકાની કોલેજેમાં 5.5 ટકા વિદેશી વિદ્યાર્થીઓ છે. તેમણે કુલ 3.07 લાખ કરોડ રૂપિયાની ફી ચુકવી છે.

Related posts

રાજકારણ/ જીતુ વાધાણી સહિતના આ નેતાઓ ભાજપમાં થયા સાઈડલાઈન : આ 3 નેતાઓની લડાઈમાં અન્ય ફાવી ગયા, આમનો વધ્યો દબદબો

Mansi Patel

સત્તા પરથી હટતા જ ચીને લીધો ટ્રંપ સામે બદલો, બાઈડેનના શપથ બાદ ઉઠાવ્યું આ મોટું પગલું

Ankita Trada

ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ બાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લીધી રસી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!