GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

સુરતમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડાની ઘટનાનો સંદર્ભ આપી જણાવ્યું હતું કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.  આજે દશેરા નિમિત્તે સુરત શહેર પોલીસના અઠવાલાઈન્સ સ્થિત હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.

  • જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે..
  • દશેરા પર્વ પર પરંપરા મુજબ
  • ગુજરાતના તમામ જિલ્લાઓમાં
  • પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનું આયોજન
  • શસ્ત્રપૂજન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો
  • દશેરા પર્વની સૌ ગુજરાતની જનતાને શુભકામના પાઠવું છું.

સુરતમાં સૌપ્રથમ વખત કોઈ ગૃહમંત્રીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની સાથે શસ્ત્ર પૂજા કરી હતી.શસ્ત્ર પૂજન બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડાની ઘટનાનો સંદર્ભ આપી જણાવ્યું હતું કે ત્યાં શાંતિપૂર્વક નવરાત્રીનો તહેવાર ઉજવાતો હતો ત્યારે કોઈક ચોક્કસ સમાજે નહીં પણ કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હતો.ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે  ફાયદામાં રહેશે.તેમણે આ નિવેદન દ્વારા અસામાજીક તત્ત્વોને માપમાં રહેવા તાકીદ કરી છે.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV