GSTV
Home » News » મિર્ઝાપુર 2ની સીરિઝ માટે ફેન્સને જોવી પડશે રાહ, હર્ષિતા ગોરે લીધો આ કારણે એક મહિનાનો બ્રેક અપ

મિર્ઝાપુર 2ની સીરિઝ માટે ફેન્સને જોવી પડશે રાહ, હર્ષિતા ગોરે લીધો આ કારણે એક મહિનાનો બ્રેક અપ

વેબ સીરિઝ મિર્ઝાપુરથી પોપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ હર્ષિતા ગોર અત્યારે સાજી નથી. હર્ષિતા ગોરના ઘૂંટણમાં ઈજા થઈ છે. સોશિયલ મિડિયા પર તેણે પોતે આ વાતની જાણ કરી છે. હર્ષિતાએ ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, નવા મિત્રો સાથે થોડો સમય પસાર કરવા જઈ રહી છું.

પરંતુ અમે પ્યાર અને નફરતનો સંબંધ શેર કરીએ છીએ. એક મુલાકાત દરમિયાન તેને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેને ઘૂંટણમાં વાગ્યું છે અને ડોક્ટરે તેને એક મહિના સુધી ફુલ બેડ રેસ્ટની સલાહ આપી છે. આ પહેલા તેના ડાબા પગ પર પંચ બીટના શૂટિંગ વખતે ઈજા થઈ હતી. હવે તે જ પગ પર બીજી વાર ઈજા થઈ છે.

તેણે કહ્યું કે, થોડા જ મહિનાઓમાં એક જ પગ પર મને બીજી વાર ઈજા થઈ છે. આ વખતે મારો ઘૂંટણ છે. આ જ જીવન છે. તમે પડી જાવ છો અને ફરી પાછા ઊભા થાવ છો. ઈજા વખતે હું પંચ બીટનું શૂટિંગ કરી રહી હતી અને હવે મિર્ઝાપુરનું શૂટિંગ કરી રહી છું. મિર્ઝાપુર સીરિઝમાં ડાન્સ કરતી વખતે તેના ડાબા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી.

ડોક્ટરે તેને પૂરો એક મહિનો બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે, માટે હર્ષિતાએ એક મહિનાનો બ્રેક લઈને દિલ્લી આવતી રહી છે. હર્ષિતા કહે છે કે, અત્યારે તો હું હોમટાઉન દિલ્લીમાં સારી થવા આવી છું, અહીં આરામ કરી રહી છું. જેથી મિર્ઝાપુર-2નું શૂટિંગ જલદી શરૂ કરી શકું અને પહેલાં કરતાં વધુ ફિટ થઈ જાવ.

મિર્ઝાપુરની બીજી સિરીઝનો બધા આતુરતથી રાહ જોઈ રહ્યા છે. પહેલી સિરિઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને વિક્રાંત મૈસી જેવા કલાકાર આ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Read Also

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!