GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

જૂનાગઢના વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામુ આપતા કોંગ્રસ હરકતમાં આવી છે.તેમજ પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના નેતાઓની બેઠક આયોજિત છે..જેમાં જિલ્લા પ્રભારી, કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી,  બાબુભાઈ વાજા ઉપસ્થિત રહેશે.તેમજ વિસાવદર કોંગ્રેસમાં નવા ચહેરાની શોધ કરવા પર પણ ચર્ચા થઈ શકે છે.

  • પ્રદેશની સુચના મુજબ  મીટિંગનુ આયોજન
  • જીલ્લા સંગઠનમાં પણ રાજીનામા પડી શકે તેવી શક્યતા
  • વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ
  • હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ
  • તાત્કાલિક અસર થી મીટિંગ નુ આયોજન

વિસાવદરવા ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મોડી સાંજે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના ઘેર જઈને રાજીનામું સોંપ્યુ હતું. અધ્યક્ષે રિબડીયાના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. કમલમમાંથી લીલી ઝંડી મળતા જ તેઓ આગમી દિવસોમાં કેસરીયો ધારણ કરે તેવી શક્યાતા છે. એકાદ દિવસમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા ધરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.ધારાસભ્યો સંજય સોલંકી, લલિત વસોયા, ભાવેશ કટારા, ચિરાગ કાલરિયા ઉપરાંત મહેશ પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા છે.

READ ALSO

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV