GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

હર્ષદ રિબાડીયા જોડાશે ભાજપમાં! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

વિજયા દશમીના એક દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા હર્ષદ રિબડિયા હવે હવે ભાજપનો ખેસ ધારણ કરવાના છે. હર્ષદ રિબડિયા આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કોંગ્રેસને બાય બાય કર્યું છે, મોડી સાંજે રિબડીયાએ વિધાનસભા અધ્યક્ષ ડો, નિમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યું છે. આજે વધુ ધારાસભ્યોના રાજીનામા પડે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના સાતેક બાગી ધારાસભ્યો માટે હવે પક્ષ પલ્ટાનું રાજકીય મુહર્ત આવ્યું છે. કોંગ્રેસના પક્ષપલ્ટપ ધારાસભ્યો રાજીનામું આપશે તેવી પૂર જોશમાં અફવા ચાલી હતી, જે મોડી સાંજે સાચીઠરી હતી.

ગુજરાતમાં વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ


ભાજપ- 111 બેઠકો
કોંગ્રેસ- 63 બેઠકો
NCP- 1 બેઠક
BTP- 1 બેઠક
ખાલી- 4 બેઠકો

કુલ- 182 બેઠકો

વિસાવદરવા ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ મોડી સાંજે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના ઘેર જઈને રાજીનામું સોંપ્યુ હતું. અધ્યક્ષે રિબડીયાના રાજીનામાનો સ્વિકાર કર્યો હતો. કમલમમાંથી લીલી ઝંડી મળતા જ તેઓ આગમી દિવસોમાં કેસરીયો ધારણ કરે તેવી શક્યાતા છે. એકાદ દિવસમાં કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા ધરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.ધારાસભ્યો સંજય સોલંકી, લલિત વસોયા, ભાવેશ કટારા, ચિરાગ કાલરિયા ઉપરાંત મહેશ પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા છે.

હજુ કયા ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે

  • સંજય સોલંકી
  • લલિત વસોયા
  • ભાવેશ કટારા
  • ચિરાગ કાલરિયા.
  • મહેશ પટેલ

જોકે પક્ષ પલ્ટુઓ માટે કમલમમાં લાલજાજમ પાથરવામાં આવતા પક્ષના સનિષ્ઠ અને પાયાના કાર્યકરો દુ:ખી થઈ રહ્યા છે, કારણકે આજે ભાજપમાં મંત્રીથી માંડીને સંગઠનમાં પક્ષપલ્ટુઓનો જ દબદબો રહ્યો છે. આ તરફ આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસના કેટલાંક દિગ્ગજ નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. હવે કોંગ્રેસનો સાથ છોડનારા ધાકાસભ્યો કમલની શરણે જાય છે કે પછી હાથમાં ઝાડું પકડે તે સમય જ કહેશે.

READ ALSO

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV