કોંગ્રેસના ધારાસભ્યએ લીધો ખેડૂતોનો પક્ષ, પાકવીમા મુદ્દે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

રાજ્યના ખેડૂતો પાક વીમો ન મળવાને કારણે પાયમાલ થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પાક વીમા મુદ્દે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિધાનસભા ગૃહમાં હર્ષદ રીબડીયાએ પાક વીમાનો મુદ્દો ઉઠાવી ભાજપ પર ચાબખા માર્યા. હર્ષદ રીબડીયાએ કહ્યું કે સરકાર અને વીમા કંપનીઓ દ્વારા પાક વીમાના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવે છે.

તેમણે આક્ષેપ કર્યો કે પાક વીમાનું કૌભાંડ રફાલ કરતા પણ વધુ મોટું કૌભાંડ છે. ખેડૂતો પાક વીમાનું પ્રિમીયમ ભર્યા બાદ તેનો હક માંગી રહ્યા છે. પરંતુ સરકાર તેમનો આ હક પણ છીનવી રહી છે. હર્ષદ રીબડીયાએ માંગણી કરી કે જે ગામમાં ખેડૂતોને વીમાની રકમ બાકી છે તેને તાત્કાલિક વીમો ચૂકવવામાં આવે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter