અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી સમીક્ષા બેઠક યોજી હતી. હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાંચ કચેરીએ ખાતે બેઠક કરી હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવી જગન્નાથ મંદિરે આવ્યા હતા. જ્યા મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે પણ બેઠક યોજી હતી. ત્યારબાદ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી જગનન્નાથ મંદિરથી ભગવાનના દર્શના કરવા મોસાળ સરસપુર ગયા હતા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં બેઠક યોજાઈ. જેમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ સીપી પ્રેમવિરસિંહ તેમજ JCP, DCP કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
પોલીસ દ્વારા રથયાત્રાને લઈને ખૂબ જ ઝીણવટભરી તૈયારી કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય પ્રધાને રથયાત્રામાં સામેલ થનારા 25 હજાર પોલીસકર્મીઓના જમવાની વ્યવસ્થા સારી રાખવામાં આવે તેનું સૂચન કરવામાં આવ્યુ છે. બોડીવાન કેમેરાથી પોલીસને સજજ કરાશે. આ ઉપરાંત લાઈવ ફીડ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવાનું આયોજન થયુ છે. ડ્રોન વડે પણ નજર રાખવામાં આવી રહી છે.

અલગ અલગ જગ્યા પર ગુનેગારોને ઓળખવામાં માટે ફેસ ડિટેક્શનના કેમેરા લગાડવામાં આવ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે આંતકી ઈનપુટ મળેલા નથી. રથયાત્રામાં 25 હજાર પોલીસ જવાન, ડીજી અને આઈજી રેન્જના આઠ અધિકારીઓ, એસપી રેન્જના 30 અધિકારી, એસીપી રેન્કના 135 અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત એસઆરપી અને સીઆરપીએફની 68 કંપનીઓ તૈનાત રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન