GSTV

રમૂજી ટ્વીટ / ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો, લોકો હસીને હસીને થયા લોથપોથ

Last Updated on November 2, 2021 by Karan

ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા અવનવી ટ્વીટ કરતા રહે છે. જે જોયા બાદ તમારા ચહેરા પરનું સ્મિત ચોક્કસ વધી જાય છે. દરરોજ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર સક્રિય રહેનારા હર્ષ ગોયન્કા પ્રેરણાત્મક અથવા રમુજી વીડિયોઝ શેર કરવાનું ભૂલતા નથી. તેમનામાં ખાસ વાત એ છે કે તે પોતાના અંતરંગી કેપ્શનથી લોકોને હસાવે છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોયા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહીં.

સાઉથ ઇન્ડિયન સોન્ગ પર રોબોટે કર્યો ડાન્સ

હર્ષ ગોયન્કાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે રોબોટ ફ્લોર પર ડાન્સ કરી રહયા છે. બે રોબોટ માણસ જેવા જોવા મળે છે જ્યારે એક રોબોટ ડોગ જેવો જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે બધા સાઉથ ઇન્ડિયન સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળે છે. લગભગ 1 મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે અલગ-અલગ રોબોટ દેશી ઈલમાં ડાન્સ કરી રહ્યા છે.

હર્ષ ગોયન્કાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો

આ વીડિયોને શેર કરતાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ એક રમુજી કેપ્શન પણ લખ્યું છે. ‘જ્યારે રોબોટિક કંપનીએ ઘણા દક્ષિણ ભારતીય એન્જિનિયરોને રાખ્યા.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યારસુધીમાં 5 હજાર કરતા વધુ લાઇક્સ મળી ચુકી છે. જ્યારે 88 હજાર લોકોએ આ વીડિયોને જોયો છે. 700થી વધારે લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યું છે. વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે આ બંગાળી ડાન્સ છે તો કેટલાક કહી રહ્યા છે કે તમિલિયન.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!