‘ધ કપિલ શર્મા શો’ની પિન્કી બુઆ એટલે કે ઉપાસના સિંહે એક દિવસ પહેલા હરનાઝ સંધુ પર એક ડીલને સારી રીતે પૂરી ના કરવાનો આરોપ લગાવ્યો છે અને કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ દરમિયાન, મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધએ ખુલાસો કર્યો કે વજન વધવાને કારણે તેને ખૂબ બુલી કરવામાં આવી હતી. જેના પર તેને ઘણીવાર દુખ પણ થયું હતું.

મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ ખુલાસો કર્યો છે કે, એકવાર તેનો અમુક વજન વધાર્યા બાદ કેવી રીતે તેમણે બુલી કરવામાં આવી હતી. હાલમાં એક ઈન્ટરવ્યુમાં, હરનાઝે પોતાના વજન વધારવા અને બુલી થવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ તેનું વજન વધી ગયું છે, કારણકે તેણે એક મહિના માટે વર્કઆઉટથી બ્રેક લીધો હતો.

ઈન્ટરવ્યુમાં હરનાઝ સંધુએ કહ્યું હતું કે, “હું શારીરિક રીતે થોડી જાડી થઈ ગઈ છું અને મારું વજન વધી ગયું છે. હું આનાથી સંપૂર્ણપણે આરામદાયક છું.

હરનાઝ સંધુએ વધુમાં કહ્યું, “પરંતુ વજન વધવા પર મને બૂલી અને હેરાન કરવામાં આવી. મિસ યુનિવર્સના કોમ્પિટિશન દરમિયાન મારુ સંપૂર્ણ ફોકસ ત્યાં જ હતું. હું મારી હેલ્થ વિશે વિચારી રહી હતી.”

હરનાઝ સંધુએ કહ્યું, “હું ફુલ ટાઈમ વર્કઆઉટ કરી રહી હતી, ઘણી બધી એક્ટિવિટી કરી રહી હતી અને જીત્યા પછી, મારી પાસે લગભગ એક મહિનાનો આરામ હતો.”

હરનાઝ સંધુએ કહ્યુ કે, વજન વધાર્યા બાદ તેને બૂલી કરવામાં આવી હતી. તે કેટલીવાર દુખી થઈ તેણે કહ્યુ, “હું સાચે ઘણીવાર દુખી થઈ હતી. હું સ્ટેજ પર અથવા ક્યાંક બીજે જતી હતી તો મારા દિમાગમાં આ વાતો ફરતી હતી. તે ખરેખર દુખદાયક હતું.”

તમને જણાવી દઈએ કે હરનાઝ સંધુ ટૂંક સમયમાં પંજાબી ફિલ્મ ‘બાઈ જી કુત્તંગે’થી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, શુક્રવારે ઉપાસના સિંહે હરનાઝ પર ડીલ યોગ્ય રીતે પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો છે અને કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

ઉપાસના કહે છે કે હરનાઝને તેની પંજાબી ફિલ્મ ‘બાઈ જી કુત્તંગે’ના પ્રમોશન માટે 25 દિવસનો સમય આપવાનો હતો, પરંતુ તે તેના મેસેજ કે ઈમેલનો જવાબ આપી રહી નથી. ઉપાસનાએ વધુમાં કહ્યુ કે, આ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે અને આવી સ્થિતિમાં તે ફિલ્મને સમય આપી રહી નથી.
READ ALSO:
- માયાવતીની જેમ મમતા બેનરજી પણ મોદી સરકાર પ્રત્યે કૂણા પડવા લાગ્યા છે
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો