ઘણી વખત આપણે ચા સાથે કેટલીક એવી વસ્તુઓ ખાઈએ છીએ, જે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. કાચી કે ખાટી વસ્તુઓ, ઈંડા અને કંઈક ઠંડુ ખાવાથી પાચનક્રિયા પર અસર પડે છે અને પેટની સમસ્યા થઈ શકે છે. જાણો ચા સાથે કઈ વસ્તુઓ ટાળવી જોઈએ.
હળદર

ચા સાથે હળદરનું સેવન પણ ટાળવું જોઈએ. ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે.
ખાટી વસ્તુઓ

ચા સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરો. ચા પીતી વખતે ખાટી વસ્તુઓ ખાવાથી એસિડિટી અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
બાફેલા ઈંડા

ઈંડાને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ચા સાથે બાફેલા ઈંડા ન ખાઓ. ચા સાથે ઈંડાનું સેવન ખતરનાક બની શકે છે.
કાચી સામગ્રી

ચા સાથે કાચી વસ્તુઓનું સેવન ન કરો. સલાડ, અંકુરિત અનાજ જેવી કાચી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
ઠંડી વસ્તુઓ

ચા પીધા પછી અથવા ચા સાથે તરત જ ઠંડી વસ્તુઓનું સેવન ન કરો. ચા સાથે ઠંડી વસ્તુઓ ખાવા અને પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આ તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

Read Also
- રક્ષા બંધનના પર્વે ગોઝારી ઘટના: આણંદના સોજીત્રામાં ત્રિપલ અકસ્માત, ઘટના સ્થળે જ 6ના મોત
- શિક્ષિકા બની છેતરપિંડીનો શિકાર / પાન અપડેટ કરવું મોંઘુ પડ્યું, ખાતામાંથી ઉડી ગયા 1 લાખ
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું