મોટાભાગના લોકો પોતાના કાનમાં ઈયરફોન લગાવેલી સ્થિતિમાં જ જોવા મળશે. તેઓ પોતાની નવરાશની પળોમાં કલાકો સુધી તેને લગાવી વાતો કરવાનું કે ગીતો સાંભળવાનું કામ કરતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઈયરફોનનો વધુ પડતો વપરાશ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કાયમી કે આશિંક બહેરાશ સહિતના થઈ શકે છે નુકસાન…
- એક રિસર્ચ અનુસાર, જો કોઈ વ્યક્તિ 2 કલાક કરતા વધુ સમય સુધી 90 ડેસિબલ કરતા હાઈ વોલ્યુમ પર ગીતો સાંભળે તો તેના કાન બહેરાશનો શિકાર બની શકે છે. કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ સુધીની જ હોય છે. તેથી ધ્યાન રાખવું કે, વધુ લાઉડ અવાજે ગીતો સાંભળવાથી સાંભળવાની ક્ષમતા ઘટીને 40-50 ડેસિબલની થઈ જાય છે.
- હાઈ વોલ્યુમ પર ગીતો સાંભળવા, ફિલ્મો જોવી કે ગેમ રમવાથી હૃદયને પણ નુકસાન થઈ શકે છે. હાઈ વોલ્યુમથી હાર્ટ બીટ વધી જાય છે. જે હૃદયને નુકસાન પહોંચાડે છે અને તમને હાર્ટ અટેકનું પણ જોખમ રહી શકે છે.
- ઈયરફોનમાંથી નીકળતી ઈલેક્ટ્રિક વેવ્સ મગજ પર ખરાબ અસર કરે છે, જેથી ઉંઘ ના આવવાથી લઈ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

ઈન્ફેક્શન અને માનસિક સમસ્યા પણ થઈ શકે છે….
- અન્યો સાથે ઈયરફોન્સ શેર કરવાના કારણે કાનમાં ઈન્ફેક્શનની સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.
- ઈયરફોનના વધુ પડતા ઉપયોગથી સાંભળવાની શક્તિ ઘટી જશે અને સાથે માનસિક સમસ્યાઓ વધી જશે. તેથી ઈયરફોન શક્ય તેટલા ઓછા વાપરવા તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
- ઈયરફોન પહેર્યા તો અવાજ ઓછો રાખવાની સાથે સારી ક્વોલિટીના ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી